ટેક્નૉલૉજી એ બિંદુએ આગળ વધી ગઈ છે જ્યાં એક સમયે ભારે અને બોજારૂપ લાગતાં ઉપકરણોને હવે આંગળીના ટેરવે લઈ જઈ શકાય છે.
રેતીના દાણા જેટલા નાના કૅમેરાનું સર્જન
ટેક્નૉલૉજી એ બિંદુએ આગળ વધી ગઈ છે જ્યાં એક સમયે ભારે અને બોજારૂપ લાગતાં ઉપકરણોને હવે આંગળીના ટેરવે લઈ જઈ શકાય છે. ટેક્નૉલૉજીના આ લઘુચિત્રીકરણે માનવજીવન પર ખાસ કરીને તબીબી ક્ષેત્રે ઊંડી અસર કરી છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર વાઇરલ થયેલી એક તસવીરમાં માત્ર ૦.૫૭૫X૦.૫૭૫ મિલીમીટરનો એક નાનો કૅમેરા દેખાય છે, જે મીઠાના દાણાના કદની સમકક્ષ છે. આ ઇમેજ સેન્સરે સોશ્યલ મીડિયા યુઝર્સમાં ઘણી ઉત્સુકતા જગાવી છે, કારણ કે એ મિનિએચરાઇઝેશન ટેક્નૉલૉજીમાં નોંધપાત્ર પ્રગતિ છે. એક સમાચાર પ્રકાશન અનુસાર, એને ઓવી૬૯૪૮ તરીકે ઓળખવામાં આવે છે, જે યુએસ સ્થિત ઓમ્નીવિઝન ટેક્નૉલૉજી દ્વારા બનાવવામાં આવ્યું છે. એ ૦.૫૭૫X૦.૫૭૫ જેટલા કદ સાથે વેપારી રીતે ઉપલબ્ધ સૌથી નાના ઇમેજ સેન્સર માટે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો વિજેતા છે. ઓમ્નીવિઝને આ નવી તબીબી ઇમેજર્સ વિકસાવી છે જેથી ઊંડી શરીરરચના માટે બજારની માગને પહોંચી વળી શકાય. વધુમાં આ ઇમેજર્સ
પુનઃ ઉપયોગ કરી શકાય એવા ડૉક્ટર ઇમેજિંગ સાધનો દ્વારા ઊભા થયેલા ઘણા પડકારને પાર પાડી શકે છે, જેમાં ક્રૉસ-પ્રદૂષણનાં જોખમો અને ઉચ્ચ જાળવણીખર્ચને કારણે કાર્યક્ષમતા અભાવનો સમાવેશ થાય છે.