Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કર્ટની કર્ડાશિયન અને ટ્રેવિસ બાર્કરે કરી ૧૧૧ કરોડની સુપરયૉટની મુસાફરી

કર્ટની કર્ડાશિયન અને ટ્રેવિસ બાર્કરે કરી ૧૧૧ કરોડની સુપરયૉટની મુસાફરી

23 May, 2022 09:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેલિબ્રિટી કપલ કર્ટની કર્ડાશિયન અને ટ્રેવિસ બાર્કર તેમનાં લગ્ન પહેલાં પ્રતિષ્ઠિત સુપરયૉટ રેજિના ડી’ઇટાલિયામાં રોકાયાં હતાં જેમાં પૂલ, વૉટર સ્લાઇડ અને સોનાના ફ્લોર છે.  

કર્ટની કર્ડાશિયન અને ટ્રેવિસ બાર્કરે કરી ૧૧૧ કરોડની સુપરયૉટની મુસાફરી

કર્ટની કર્ડાશિયન અને ટ્રેવિસ બાર્કરે કરી ૧૧૧ કરોડની સુપરયૉટની મુસાફરી


સેલિબ્રિટી કપલ કર્ટની કર્ડાશિયન અને ટ્રેવિસ બાર્કર તેમનાં લગ્ન પહેલાં પ્રતિષ્ઠિત સુપરયૉટ રેજિના ડી’ઇટાલિયામાં રોકાયાં હતાં જેમાં પૂલ, વૉટર સ્લાઇડ અને સોનાના ફ્લોર છે.  
કર્ટની કર્ડાશિયન અને ટ્રેવિસ બાર્કર તેમના ફૅશન-ડિઝાઇનર મિત્રો ડૉમેનિકો ડૉલ્ચે અને સ્ટેફાનો ગૅબ્બાનાના ભૂતપૂર્વ પ્રતિષ્ઠિત ૧.૪૨ કરોડ ડૉલર (લગભગ ૧૧૧ કરોડ રૂપિયા)ની રેજિના ડી’ઇટાલિયા સુપરયૉટ પર પોર્ટોફિનો, ઇટલીના કિનારે આ સપ્તાહના અંતમાં તેમનાં લગ્ન પહેલાં રોકાયાં હતાં. 
નવપરિણીત દંપતી ૪૩ વર્ષની કર્ટની કર્ડાશિયન અને ૪૬ વર્ષના ટ્રેવિસ બાર્કરે સૅન્ટા બાર્બરા, કૅલિફૉર્નિયાના કોર્ટહાઉસમાં કાયદેસર રીતે લગ્ન કર્યાં પરંતુ ઇટાલિયન રિવેરા દરિયાકિનારે અદ્ભુત ગામમાં એક ભવ્ય સમારંભમાં લગ્ન કરવા તૈયાર છે.


રેજિના ડી’ઇટાલિયાનો અર્થ ઇટલીની રાણી થાય છે. ૬૩ વર્ષના ડિઝાઇનર્સ ડૉમેનિકો અને ૫૯ વર્ષના સ્ટેફાનોએ ૧૯૮૫માં ફૅશન હાઉસ ડૉલ્ચે ઍન્ડ ગૅબ્બાનાની સ્થાપના કરી અને તેમની કેટલીક સંપત્તિનો ઉપયોગ તેમની ભૂતપૂર્વ યૉટ ખરીદવા માટે કર્યો. ૨૦૦૬માં ઇટાલિયન લક્ઝરી સુપરયૉટ બિલ્ડિંગ ફર્મ કોડેકસા પાસેથી આ યૉટની ડિલિવરી લીધી.
યૉટના આંતરિક ભાગની ડિઝાઇન રોમની આર્કિટેક્ચરલ ટીમ લેઝારિની પિકરિંગ આર્કિટેટીએ કરી હતી જેમાં માર્બલ ફ્લોર અને સોનાનાં ડોર હૅન્ડલ્સ છે, જ્યારે ફર્નિચર પર ચિત્તાની ચામડી બિછાવવામાં આવી છે.




બાથરૂમમાં ચમકતા માણેક અને નીલમથી જડેલા શુદ્ધ સોનાના નળ બેસાડવામાં આવ્યા છે. યૉટનું સુપરસ્ટ્રક્ચર લાઇટ-વેઇટ ઍલ્યુમિનિયમથી બનેલું છે જ્યારે હલ (વહાણની બૉડી) સ્ટીલનું બનેલું છે. આ યૉટ વિશાળ મનોરંજન સાધનો તેમ જ ઑન-બોર્ડ મહેમાનો માટે અદ્યતન જિમ ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2022 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK