Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચર્ચની સામે કપલે કરાવ્યો અશ્લીલ ફોટોશૂટ, પોલીસે કરી ધરપકડ

ચર્ચની સામે કપલે કરાવ્યો અશ્લીલ ફોટોશૂટ, પોલીસે કરી ધરપકડ

04 October, 2021 08:12 PM IST | Russia
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જેવા ફોટોઝ વાયરલ થયા, લોકોએ આ મુદ્દે વાંધો ઉઠાવવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ આ મામલો એટલો વકર્યો કે પોલીસે એક્શન લેવી પડી અને પોલીસે છોકરાની ધરપકડ કરી જેલ ભેગો કર્યો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અનેક વાર એવું થાય છે જ્યારે ફોટોશૂટની (Photoshoot) આવી ઘટનાઓ સામે આવે છે કે તે ચર્ચાનો વિષય બની જાય છે, રશિયામાંથી (Russia) એક એવી ઘટના સામે આવી છે જ્યારે કપલે એક ચર્ચની સામે અશ્લીલ ફોટોશૂટ (Vulgar Photoshoot in front of Church) કરાવ્યો છે. તેના પછી જેવા ફોટોઝ વાયરલ થયા, લોકોએ આ મુદ્દે વાંધો ઉઠાવવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ આ મામલો એટલો વકર્યો કે પોલીસે એક્શન લેવી પડી અને પોલીસે છોકરાની ધરપકડ કરી જેલ ભેગો કર્યો.

હકીકતે, આ કેસ રશિયાના એક ચર્ચનો છે. `ડેલી સ્ટાર`ના એક રિપૉર્ટ પ્રમાણે, તજાકિસ્તાનના એક વીડિયો બ્લૉગર રસલાને પોતાના પાર્ટનર સાથે આ ફેમ ચર્ચની સામે ફોટોશૂટ કરાવ્યો છે. આરોપ છે કે તેમણે ખૂબ જ અશ્લીલ પૉઝ આપતા કેટલીક તસવીરો પડાવી છે. જેમ જેમ આ તસવીરો વાયરલ થઈ, તેમ વિવાદ વધ્યો, અને તેમની ધરપકડ કરવાની માગ કરવા માંડ્યા.



ફોટો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિવાદ મચાવ્યો અને અનેક લોકો ફોટો પર વાંધો ઉઠાવવા લાગ્યા. જે તસવીરને લઈને લોકોનો વાંધો સામે આવ્યો છે, તેમાં બન્ને ખૂબ જ અશ્લીલ દેખાઈ રહ્યા છે, એટલું જ નહીં આ તસવીરમાં મહિલાએ એક જેકેટ પહેરી છે જેની પાછળ પોલીસ લખેલું છે. વિવાદ વધારે વધવા પર પોલીસે પણ તપાસ શરૂ કરી, તપાસમાં આરોપ યોગ્ય સાબિત થયા. ત્યાર બાદ રસલાનની પોલીસે ધરપકડ કરી લીધી છે.


રિપૉર્ટ પ્રમાણે, છોકરાને દસ દિવસની જેલની સજા સંભળાવવામાં આવી છે. સજા ભોગવ્યા બાદ તેને તજાકિસ્તાન ડિપૉર્ટ કરી દેવામાં આવશે. એટલું જ નહીં આ છોકરાએ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી પણ માગી છે અને કહ્યું છે કે તે આવું ફરી ક્યારેય નહીં કરે. હાલ તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

રિપૉર્ટ્સમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, તે તજાકિસ્તાનનો જાણીતો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. આના વીડિયો અને બ્લૉગ ખૂબ જ પૉપ્યુલર હોય છે જેમાં તે અજાણ્યા લોકો સાથે પ્રેન્ક કરે છે. આ પહેલાના કેટલાક વીડિયોમાં તે મૉસ્કો પોલીસને પરેશાન કરે છે અને મેટ્રોમાં તેમનાથી બચીને ભાગતો જોવા મળ્યો છે. ત્યારે પણ તે ખૂબ જ ચર્ચામાં રહ્યો.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2021 08:12 PM IST | Russia | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK