Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પ્રેમનાં આવાં પારખાં! ૧૨૩ દિવસ સાંકળથી બંધાયા ને પછી છેડા છૂટા

પ્રેમનાં આવાં પારખાં! ૧૨૩ દિવસ સાંકળથી બંધાયા ને પછી છેડા છૂટા

19 June, 2021 09:49 AM IST | Ukraine
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાર મહિનાથી વધુ વખતના આ પ્રયોગ-પ્રવાસનું સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅપ કર્યું

ઍલેક્ઝાન્ડર કુડલે અને વિક્ટોરિયા પુસ્તોવિતોવાને

ઍલેક્ઝાન્ડર કુડલે અને વિક્ટોરિયા પુસ્તોવિતોવાને


યુક્રેનના ખાર્કિવ પ્રાંતમાં રહેતાં ૩૩ વર્ષના ઍલેક્ઝાન્ડર કુડલે અને ૨૯ વર્ષની વિક્ટોરિયા પુસ્તોવિતોવાને એકબીજા પ્રત્યે પ્રેમની કસોટી કરવાનું મન થયું. બન્નેએ સાંકળથી બંધાઈને કેટલા દિવસ એ રીતે રહી શકાય એ જાણવાનો પ્રયત્ન કર્યો. સાંકળનાં બંધનોમાં એ બે જણ યુનિટી મૉન્યુમેન્ટમાં પુરાઈ રહ્યાં હતાં. ૧૨૩ દિવસ પછી તેમણે સાંકળ તોડી નાખી અને તેમનો ફાઇનલ બ્રેકઅપ પણ થઈ ગયો. યુનિટી મૉન્યુમેન્ટ ખાતે જંગી કદના કટર્સ વડે સાંકળ તોડવામાં આવી. સાંકળ તૂટ્યા પછી સૌથી પહેલાં વિક્ટોરિયા ઉલ્લાસભર્યા ચિત્કાર સાથે બોલી ‘હુર્રે... હું મારું જીવન સ્વતંત્ર વ્યક્તિ તરીકે જીવવા ઇચ્છું છું અને સ્વતંત્ર વ્યક્તિ તરીકે આગળ વધવા માગું છું. છેવટે હું મુક્ત થઈ.’

ચાર મહિનાથી વધુ વખતના આ પ્રયોગ-પ્રવાસનું સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅપ કરવા સહિત સપોર્ટ કરનારા સાથીઓનો આભાર માનતાં ઍલેક્ઝાન્ડરે કહ્યું કે ‘જીવનમાં આ અનુભવ મળ્યો એને માટે અમે ખૂબ ખુશ છીએ. અમે બન્ને એકબીજાથી દૂર રહેવાનાં છીએ. પરિસ્થિતિમાં એકનો સરવાળો થતાં મુશ્કેલીઓ આવે છે અને અચાનક બેની બાદબાકી થઈ જાય છે. વિક્ટોરિયા તેના અગાઉના જીવનમાં જોડાઈ જવા ઉત્સુક છે. અમે વિખવાદ ન વધે એ માટે પ્રયત્નશીલ રહ્યાં. હું રસોઈ કરતો હોઉં કે ફોન પર વાત કરતો હોઉં ત્યારે કોઈ અવાજ કરે તો મને ગમતું નથી. રોજ સવારે અરીસા સામે આટલો બધો સમય પસાર કરવાનું મને ગમતું નથી.’ આટલા દિવસોમાં બાથરૂમથી લઈને શૉપિંગ સુધી બધું સાથે કરવાનું રહેતાં કોઈ અંગતતા બચી નહોતી. જોકે હવે વિક્ટોરિયા અને ઍલેક્ઝાન્ડર યુક્રેનમાં અલગ-અલગ ઠેકાણે રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2021 09:49 AM IST | Ukraine | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK