ઇંગ્લૅન્ડના હેવેર ગામમાં આ ૮૫ ચોરસ ફુટ વિસ્તારમાં આ ભુલભુલામણી તૈયાર કરવામાં આવી છે

કપલે બનાવેલી ભુલભુલામણી
મોટા ભાગના ગાર્ડનર્સને તેમના ગાર્ડનમાં પ્લાન્ટ્સને ટ્રીમ કરતાં મૅક્સિમમ થોડા કલાક લાગે, પણ રિચર્ડ બુશબીને તો એક આખું અઠવાડિયું લાગ્યું હતું. વાસ્તવમાં તેમણે તેમના ઘરની પાછળના ગાર્ડનમાં પ્લાન્ટ્સનું ટ્રીમિંગ કરીને ભુલભુલામણી તૈયાર કરી છે. ઇંગ્લૅન્ડના હેવેર ગામમાં આ ૮૫ ચોરસ ફુટ વિસ્તારમાં આ ભુલભુલામણી તૈયાર કરવામાં આવી છે.
રિચર્ડ આ પહેલાં કમર્શિયલ નર્સરી ચલાવતા હતા. હવે તેમણે તેમની બે એકર સાઇટ પર શાનદાર ગાર્ડન બનાવ્યું છે. તેમણે ૭૫૦ લેલૅન્ડી પ્લાન્ટ્સ ઉગાડીને આ ભુલભુલામણી તૈયાર કરી છે.