દેશના ટાપુઓ પર અવારનવાર પ્રવાસનો આનંદ માણતા આ દંપતી અવિશ્વસનીય કિંમતે વેચાણ માટે એક ટાપુ પર આવ્યા હતા
અજબગજબ
ઓલિવર અને તેની ગર્લફ્રેન્ડ હેલેના તોમાઝેવસ્કા અને તેમણે ખરીદેલો ટાપુ
ક્યારેક જીવનમાં એવી ઑફર સામે આવી જાય છે જેની કલ્પના આપણે ન કરી શકીએ. જેટલું રોકાણ કરીને લોકો મુંબઈમાં એક ઘર મેળવવા માટે વલખાં મારતા હોય છે એટલી કિંમતમાં તો ૨૪ વર્ષના ઓલિવર રસેલ નામના યુવાનને જબરો જૅકપૉટ લાગ્યો છે. હાફ-અમેરિક અને હાફ-ફિનિશ એવા ઓલિવર અને તેની ગર્લફ્રેન્ડ હેલેના તોમાઝેવસ્કા અવારનવાર ફિનલૅન્ડના ટાપુઓ પર ફરવા જવાનાં શોખીન હતાં. એ શોખે તેમને મસ્ત ડીલ અપાવી દીધી. ફિનલૅન્ડમાં લગભગ ૧,૭૮,૦૦૦થી વધુ ટાપુઓ છે. આ ટાપુ એકથી પાંચ એકર જેટલી જ જમીન ધરાવે છે. થોડા સમય પહેલાં તેમને ખબર પડી કે કોઈકને અઢી કરોડનો ટાપુ વેચવો છે અને કિંમત માત્ર ૩૩,૦૦૦ યુરો જેટલી એટલે કે લગભગ ૨૬ લાખ રૂપિયા જેટલી જ છે. યુગલે આ તકને ઝડપી લીધી. ૨૦૨૪ના માર્ચ મહિનામાં જ તેમણે આ ટાપુ ખરીદી લીધો. અહીં તેમણે કોઈ મોટું અને પાકું ઘર બનાવ્યું નથી. લાકડાની કૅબિન અને ટેન્ટ હાઉસ બનાવ્યું છે અને ઉનાળાની રજાઓ તેઓ હવે આ ટાપુ પર ગાળે છે.