Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અલગ પડ્યા પછી પણ આ જોડકી બહેનો પહેલાંની જેમ જ સૂએ છે

અલગ પડ્યા પછી પણ આ જોડકી બહેનો પહેલાંની જેમ જ સૂએ છે

25 September, 2021 04:37 PM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦ વર્ષ પહેલાં છૂટી પાડવામાં આવેલી બન્ને બહેનો દિલથી એકમેકની ઘણી નજીક છે

એમન અને સાંચિયા મોવાટ

એમન અને સાંચિયા મોવાટ


બ્રિટનની જોડિયા બહેનો એમન અને સાંચિયા મોવાટ ૨૦૦૧માં જન્મી ત્યારે તેઓ કરોડરજ્જુથી જોડાયેલી હતી. માત્ર ત્રણ મહિનાની વયે બર્મિંગહૅમ ચિલ્ડ્રન્સ હૉસ્પિટલમાં ઑપરેશન કરીને બન્નેને છૂટી પાડવામાં આવી હતી. લગભગ ૧૬ કલાક ચાલેલી એ પ્રકારની શસ્ત્રક્રિયા બ્રિટનમાં પહેલી વાર અને વિશ્વમાં માત્ર બીજી વખત કરવામાં આવી હતી.

જોકે ૨૦ વર્ષ પહેલાં છૂટી પાડવામાં આવેલી બન્ને બહેનો દિલથી એકમેકની ઘણી નજીક છે. એમાન મોવાટ કહે છે કે ઘણી વાર અમે હજી પણ જોડાયેલી હોઈએ એવી રીતે પાછળથી એકમેકને અડીને સૂઈ જઈએ છીએ. બન્ને બહેનોની આદતોમાં ઘણું સામ્ય છે. છૂટી પડીને અલગ અને સ્વતંત્ર જીવન જીવતી આ બન્ને બહેનો તેમની જિંદગીથી ખુશ છે અને એકબીજાને મુશ્કેલીમાં સાથ આપવા ખડેપગે તૈયાર હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2021 04:37 PM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK