° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ગ્લાસમાંથી પાણી પીતો કોબ્રા

25 November, 2021 05:20 PM IST | Africa | Gujarati Mid-day Correspondent

હાલમાં કાળા રંગના ઝેર ઓકનારા કોબ્રાનો વિડિયો વાઇરલ થયો જેમાં એને એક ગ્લાસમાંથી પાણી પીતો જઈ શકાય છે.

આ પ્રજાતિના કોબ્રા મોટા ભાગે આફ્રિકાના સહ-સહારન વિસ્તારમાં જોવા મળે છે

આ પ્રજાતિના કોબ્રા મોટા ભાગે આફ્રિકાના સહ-સહારન વિસ્તારમાં જોવા મળે છે

ઇન્ટરનેટ પર સાપના અસંખ્ય વિડિયો વાઇરલ થાય છે અને થતા રહે છે. એમાંના માત્ર અમુક જ વિડિયો વાઇરલ થયા છે તથા નેટિઝન્સનાં રીઍક્શન્સ પામ્યા છે.  
હાલમાં કાળા રંગના ઝેર ઓકનારા કોબ્રાનો વિડિયો વાઇરલ થયો જેમાં એને એક ગ્લાસમાંથી પાણી પીતો જઈ શકાય છે. નેટિઝન્સે આ વિડિયો ક્લિપને વખાણી છે. વિડિયોમાં એક વ્યક્તિ હાથમાં સુરક્ષા માટે ગ્લવ્ઝ પહેરીને કોબ્રાને ગ્લાસમાં પાણી પીવડાવવાની કોશિશ કરતાં એની ફેણ સામે ગ્લાસ ધરે છે. કોબ્રા થોડી વાર પછી ધીરે રહીને ગ્લાસમાં એની ફેણ ડુબાડીને પાણી પીતો જોઈ શકાય છે. 
આ પ્રજાતિના કોબ્રા મોટા ભાગે આફ્રિકાના સહ-સહારન વિસ્તારમાં જોવા મળે છે. સામાન્યપણે ૧.૨થી ૨.૨ મીટર (૩.૯થી ૭.૨ ફીટ)ની લંબાઈ ધરાવતા આ સાપ ઘણા ઝેરી હોય છે. જોકે એના કરડ્યા પછી સારવાર ન મળી હોય એવા કિસ્સામાં મરણાંક ઘણો ઓછો છે. 
અન્ય કોબ્રાની જેમ જ આ કાળા કોબ્રા પણ જો ભય પામે તો ઝેર ઓકી શકે છે. એમનું ઝેર ૭ મીટર એટલે કે ૨૩ ફીટ સુધીના અંતર સુધી જઈ શકે છે. આ સાપના ડંખથી ત્વચા પર ખંજવાળ, ફોડલા અને બળતરા થાય છે. જો એનું ઝેર આંખમાં જાય અને તરત આંખ ચોળો તો કાયમી અંધાપો આવી શકે છે. આ વિડિયોને અત્યાર સુધીમાં ૧.૨૪ લાખ વ્યુ મળ્યા છે.

25 November, 2021 05:20 PM IST | Africa | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

વાંદરાએ પોતાના માટે શોધી કાઢી ખાસમખાસ કૅટ-ટૅક્સી

રેડિટ પર લગભગ ૧૫ કલાક પહેલાં એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં એક બિલાડીની પીઠ પર નાનું વાંદરું વળગીને બેઠું છે

05 December, 2021 08:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ પરિવારનાં પાંચ બાળકો હજી પણ ભાંખોડિયાભેર ચાલે છે

ટર્કીના વૈજ્ઞાનિકો આ ઘટનાને ‘પછાત વિકાસ’ના પુરાવા તરીકે ગણાવે છે

05 December, 2021 08:07 IST | Turkey | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વિશ્વના સૌથી મોટા વૉશિંગ મશીન પિરામિડનો રેકૉર્ડ

આ પિરામિડ તૈયાર કરવામાં ૧૪૯૬ રીસાઇકલ્ડ વૉશિંગ મશીનનો ઉપયોગ થયો છે

05 December, 2021 08:01 IST | London | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK