અત્યાર સુધીનો વર્લ્ડ રેકૉર્ડ હતો એકસાથે દસ શ્વાન લઈને એક મિનિટમાં ૨૦ વાર દોરડા કૂદવાનો. જોકે ઝુ યોંગમિંગ અને તેના સાથી શ્વાનોએ મળીને આ રેકૉર્ડ તોડી નાખ્યો હતો અને પોતાના નામે નવો ૬૦ સેકન્ડમાં ૨૫ કૂદકાનો રેકૉર્ડ નોંધાવ્યો હતો.
૧૦ ડૉગી સાથે એક મિનિટમાં ૨૫ દોરડા કૂદ્યા આ ચીની ભાઈ
ચીનના ઝુ યોંગમિંગ નામના ભાઈએ તાજેતરમાં તેમના દસ શ્વાન સાથે મળીને એક અનેરો વર્લ્ડ રેકૉર્ડ નોંધાવ્યો હતો. રૂ જેવી શ્વેત અને મુલાયમ રુવાંટીથી ઢંકાયેલા આ દસ શ્વાનને ઝુ યોંગમિંગે એવા તાલીમબદ્ધ કર્યા હતા કે તેઓ અગિયારે અગિયાર જણ, દસ શ્વાન અને એક માલિક ઝુ પોતે, એકસાથે દોરડા કૂદ્યા હતા.
અત્યાર સુધીનો વર્લ્ડ રેકૉર્ડ હતો એકસાથે દસ શ્વાન લઈને એક મિનિટમાં ૨૦ વાર દોરડા કૂદવાનો. જોકે ઝુ યોંગમિંગ અને તેના સાથી શ્વાનોએ મળીને આ રેકૉર્ડ તોડી નાખ્યો હતો અને પોતાના નામે નવો ૬૦ સેકન્ડમાં ૨૫ કૂદકાનો રેકૉર્ડ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT
ઝુ યોંગમિંગ પ્રોફેશનલી ઍનિમલ ટ્રેઇનર છે. શ્વાનો, વાંદરાઓ અને ડુક્કરોને તાલીમ આપવામાં તેમની ખ્યાતિ પ્રસરેલી છે. આ સ્કિલનો ઉપયોગ કરીને તેમણે નક્કી કર્યું હતું કે ચાલો, એક વર્લ્ડ રેકૉર્ડ બનાવી દઈએ. જોકે એક મિનિટમાં ૨૦ કૂદકાનો વર્લ્ડ રેકૉર્ડ તોડવાની તૈયારી કરવામાં મહિનાઓ લાગી ગયા હતા. અલબત્ત, અંતે ઝુભાઈએ શ્વાનો સાથે મળીને કરેલી એ મહેનત રંગ લાવી હતી.
વર્લ્ડ રેકૉર્ડ માટે ઝુ યોંગમિંગ અને તેમના દસ ડૉગી દોરડું ઉલાળીને કૂદકા મારી રહ્યા હતા ત્યારે દસેય શ્વાનોને તો ભારે મોજ પડી ગયેલી અને શ્વાનોની મોજ જોઈને ઝુ પોતે પણ મોજમાં આવી ગયેલા. એ જ કારણે ૬૦ સેકન્ડમાં ૨૦ કૂદકાનો રેકૉર્ડ તોડ્યા પછી પણ એ બધા કૂદતા રહ્યા હતા અને એક નવો રેકૉર્ડ સેટ કર્યો હતો.