° °

આજનું ઇ-પેપર
Saturday, 21 May, 2022


હૈદરાબાદની આ કૅફેમાં ૨૪ કૅરૅટ સોનાના વરખવાળો આઇસક્રીમ મળે છે

16 January, 2022 08:41 AM IST | Hyderabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૂડ-બ્લૉગર અભિનવ જેસવાનીએ આ વિડિયો પોસ્ટ કર્યો હતો

૨૪ કૅરૅટ સોનાના વરખવાળો આઇસક્રીમ Offbeat

૨૪ કૅરૅટ સોનાના વરખવાળો આઇસક્રીમ

ભારતમાં એવી ઘણી મીઠાઈઓ છે, જેના પર ચાંદીનો વરખ લગાવવામાં આવે છે અને એમાં કાજુકતરીનો પણ સમાવેશ છે. જોકે સોનાનો વરખ ઘણી ઓછી કે નામની મીઠાઈઓ પર લગાવવામાં આવે છે. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક ફૂડ-બ્લૉગરે એક વિડિયો મૂક્યો છે, જેમાં હૈદરાબાદની હુબર ઍન્ડ હૉલી કૅફેમાં આઇસક્રીમ સર્વ કરાય છે, જેના પર ૨૪ કૅરૅટ સોનાનો વરખ લગાવવામાં આવે છે. 
‘જસ્ટ નાગપુર થિંગ્સ’ નામનું પેજ ચલાવતા ફૂડ-બ્લૉગર અભિનવ જેસવાનીએ આ વિડિયો પોસ્ટ કર્યો હતો. અભિનવ જેસવાની જ્યારે હૈદરાબાદ ગયો હતો ત્યારે મિની મિડાસ નામે ઓળખાતો અને ૫૦૦ રૂપિયામાં મળતો આ આઇસક્રીમ ટ્રાય કર્યો હતો. આ આઇસક્રીમને શ્રેષ્ઠ ગણાવતાં તેણે કહ્યું કે હૈદરાબાદની મુલાકાત લેનારે એક વાર તો બંજારા હિલ્સ જઈને આ આઇસક્રીમ ખાવો જ જોઈએ. તેની પોસ્ટને અત્યાર સુધી ૨.૩ લાખ વ્યુઝ મળ્યા છે. 

16 January, 2022 08:41 AM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

પેપર ઍરપ્લેન ફેંકવાનો વિશ્વ રેકૉર્ડ

સાઉથ કોરિયામાં ત્રણ યુવાનોની ટીમે મળીને પેપરમાંથી બનાવેલા ઍરપ્લેનને સૌથી વધુ ઝડપે ઉડાડવાનો વૈશ્વિક રેકૉર્ડ બનાવ્યો છે.

21 May, 2022 11:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

નસીબ બદલવા માટે કમ્બોડિયાના વડા પ્રધાન પોતાની જન્મતારીખ બદલશે

છેલ્લા કેટલાય દસકાથી સત્તાવાર જન્મતારીખનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવા છતાં ચીની રાશિ કૅલેન્ડર સાથે સંલગ્ન થવા માટે તેઓ જન્મતારીખ બદલી રહ્યા છે.

21 May, 2022 11:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મૅક્ડોનલ્ડ્સના આ ચાહકે અત્યાર સુધીમાં ૩૨,૩૪૦ જેટલાં બિગ મૅક્સ ખાધાં

મૅક્ડોનલ્ડ્સના એક ચાહકે અત્યાર સુધી તેની લાઇફમાં ૩૨,૩૪૦થી વધુ બિગ મૅક્સ (હૅમબર્ગર) ખાધાં છે એ વાતને સાચી ઠરાવવા માટે તેની પાસે એની રિસીપ્ટ પણ છે એમ ડોનાલ્ડ ગોર્સ્કેનું કહેવું છે.

21 May, 2022 11:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK