° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


ઑનલાઇન સ્પર્મ ઑર્ડર કરીને ગર્ભવતી થયેલી મહિલાએ બાળકનું નામ રાખ્યું આ...

20 September, 2021 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

બ્રિટેનની એક મહિલા ચર્ચામાં છે, કારણ છે ઑનલાઇન સ્પર્મ ઑર્ડર કરીને મા બનવાનું. એટલું જ નહીં આ મહિલા પતિથી અલગ રહે છે અને બીજા લગ્ન નથી કરવા માગતી. આથી તેણે માતા બનવા માટે એક અનોખી રીત અપનાવી. એપની મદદથી તેણે સ્પર્મ ઑર્ડર કર્યા અને પ્રેગ્નેન્ટ થઈ ગઈ.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

બ્રિટેનની રહેવાસી એક મહિલા પતિથી જુદી થયા બાદ બાળક ઇચ્છતી હતી, પણ તે ફરી કોઈ સંબંધમાં બંધાવાનું જોખમ લેવા માગતી નહોતી. ત્યાર બાદ મહિલાએ એવું પગલું લીધું કે જેને જોઈને કોઈપણ ચોંકી ઉઠે. મહિલાએ ઑનલાઇન સ્પર્મ ઑર્ડર કર્યા અને ગર્ભવતી થઈ। હવે તેણે એક બાળકને જન્મ આપ્યો છે, જેનું નામ તેણે `ઇ-બેબી` રાખ્યું છે.

બીજા બાળકની મા બની મહિલા
`ધ સન`ના રિપૉર્ટ પ્રમાણે, બ્રિટેનના ટીસાઇડમાં રહેતી 33 વર્ષીય સ્ટેફની ટેલરને પહેલા પતિથી એક બાળક છે, પણ તે વધુ એક બાળક ઇચ્છતી હતી. જો કે તે ફરીથી ઘર વસાવવાના મૂડમાં નહોતી. આ દરમિયાન તેને ઑનલાઈન સ્પર્મ ડિલીવરી વિશે ખબર પડી. તેણે મોડું કર્યા વગર સ્પર્મ ઑર્ડર કર્યો અને તેનાથી ગર્ભવતી થઈ। હવે તે બીજા બાળકની માતા બની છે. કારણકે બાળકનો જન્મ ઑનલાઇન મગાવેલા સ્પર્મથી થયો છે, આથી તેનું નામ `ઇ-બેબી` રાખવામાં આવ્યું છે.

IVF માટે નહોતા પૈસા
સ્ટેફની ટેલર પાસે એટલા પૈસા નહોતા કે તે કોઈક હૉસ્પિટલમાંથી આઇવીએફ કરાવે. સ્ટેફનીએ કહ્યું, "ઑનલાઈન સ્પર્મની માહિતી મળવાથી હું ખૂબ જ ખુશ થઈ. મેં સૌથી પહેલા બધી જ માહિતી એકઠી કરી અને મારા કેટલાક મિત્રોને પણ આ વિશે જણાવ્યુ. ત્યાર બાદ મેં એ બેબી એપ દ્વારા સ્પર્મ ઑર્ડર કર્યો. આની સાથે જ મેં એક ઇનસેમિનેશન કિટ પણ મગાવી."

YouTube પરથી મેળવી માહિતી
જ્યાં સુધી આ બન્ને વસ્તુઓ સ્ટેફની પાસે પહોંચી, ત્યાં સુધી તેણે યૂટ્યૂબ પરથી આ માહિતી મેળવી લીધી કે આનો ઉપયોગ કેવી રીતે કરાય છે. સ્પર્મ બુક કર્યા બાદ સ્પર્મ ડોનર પોતાને તેમના ઘર સુધી આવ્યો અને તેને સ્પર્મ આપીને ગયો. ત્યાર બાદ સ્ટેફની ઇમસેમિનેશન કિટની મદદથી સ્પર્મ વાપરીને ગર્ભવતી થઈ. તાજેતરમાં જ તેણે એક દીકરીને જન્મ આપ્યો છે.

હૉસ્પિટલમાં પણ ન થઈ એડમિટ
સ્ટેફનીએ કહ્યં કે આ તેની માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. તેણે કહ્યું કે, "જો મારી પાસે ઇલેક્ટ્રોનિક સંસાધનોનું એક્સેસ ન હોત, તો હું આ રીતે ક્યારેય મા બની શકી નહોત." આશ્ચર્યની વાત એ છે મહિલાને હૉસ્પિટલમાં પણ દાખલ થવાની જરૂર ન પડી. સ્ટેફનીએ કહ્યું કે આ સારી બાબત હતી કે તેને પોતાની પસંદગીનો સ્પર્મ ડોનર મળી ગયો હતો.

20 September, 2021 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ડ્રોનની મદદથી પોલીસે હાઈ ટેન્શન વાયરમાં ફસાયેલા કબૂતરને બચાવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર આ પક્ષી લગભગ ૧૨ કરતાં પણ વધુ કલાકથી ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલું હતું

15 October, 2021 10:48 IST | Peru | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ટર્કીની આ મહિલાની હાઇટ સૌથી વધુ

આ પહેલાં ૧૮ વર્ષની વયે તે વિશ્વની સૌથી ઊંચી મહિલા ટીનેજર તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામી હતી

15 October, 2021 10:47 IST | Turkey | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

બે માથાં અને છ પગવાળો કાચબો જન્મ્યો

આ જોડિયા કાચબાનું નામ મૅરી-કેટ અને એશ્લે ઑલ્સેન રાખવામાં આવ્યું છે

15 October, 2021 10:46 IST | Massachusetts | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK