° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


સ્ટેજ પર જગ્યા ન મળી તો દુલ્હાના ખોળામાં બેસી ગઈ દુલ્હન, જુઓ વાયરલ વીડિયો

17 June, 2021 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્ટેજ પર રાખેલી ખુરશી પર દુલ્હાની સાથે તેના મિત્રો આવીને બેસી જાય છે અને જ્યારે દુલ્હનને બેસવા માટે જગ્યા ન મળી તો તે દુલ્હાના ખોળામાં જ જઈને બેસી ગઈ. આ વીડિયો અલવિન ફિલ્મ્સ નામના એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે પોસ્ટ કર્યો છે જે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન વેડિંગ્સનો રોમાંચ જ અનેરો હોય છે. અહીં લગ્નમાં સુંદર દેખાવથી લઈને લગ્ન થઈ જવા સુધી બધું જ પરફેક્ટ હોવાની આશા કરવામાં આવે છે. બધાં ઇચ્છે છે કે તેમના લગ્ન કંઇક એ રીતે થાય કે બધાંને હંમેશાં યાદ રહે. એવા જ યાદગાર લગ્નના વીડિયોઝ પણ આપણે ઘણીવાર સોશિયલ મીડિયા પર જોતા હોઇએ છીએ. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થનારા વીડિયોઝમાં સૌથી વધારે વીડિયો લગ્નના જ હોય છે. તાજેતરમાં એવા જ લગ્નનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જ્યાં દુલ્હન સ્ટેજ પર દુલ્હાના ખોળામાં આવીને બેસી જાય છે.

હકીકતે વરમાળાના સ્ટેજ પર રાખેલી ખુરશી પર દુલ્હાની સાથે તેના મિત્રો આવીને બેસી જાય છે અને જ્યારે દુલ્હનને બેસવા માટે જગ્યા ન મળી તો તે દુલ્હાના ખોળામાં જ જઈને બેસી ગઈ. આ વીડિયો અલવિન ફિલ્મ્સ નામના એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે પોસ્ટ કર્યો છે જે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by weddingsutra alvin photography (@alvinfilms_)

બીજા સોશિયલ મીડિયા પર વાયરલ થતા વીડિયોમાં પણ દુલ્હને કંઇક એવું જ કર્યું છે. હકીકતે વરમાળાના સ્ટેજ પર દુલ્હન દુલ્હાને મિઠાઇ ખવડાવવા માટે પોતાનો હાથ લંબાવે છે પણ અચકાઇને દુલ્હો મિઠાઇ ખાઇ શકતો નથી તો દુલ્હન ગુસ્સામાં મિઠાઇ ફેંકી દે છે.

વીડિયોમાં દુલ્હન પોતાના દુલ્હાને મિઠાઇ ખવડાવવાનો પ્રયત્ન કરતી દેખાય છે, પણ જ્યારે તે ખાવાની અચકાય છે અને તેનો હાથ પકડી લે છે તો તે પોતાનું સંયમ ગુમાવી દે છે અને મિઠાઇ તેના પર જ ફેંકી દે છે. સોશિયલ મીડિયા પર આ જોઇને લોકો હસી રહ્યા છે અને કોમેન્ટ સેક્શનમાં લગભગ બધાનો એક જ પ્રશ્ન છે કે દુલ્હન ગુસ્સે કેમ થઈ. સ્ટેજ પર દુલ્ગન પક્ષના લોકો પણ દુલ્હનના આ વ્યવહારથી આશ્ચર્યમાં દેખાય છે.

17 June, 2021 06:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

સાડાત્રણ વર્ષના ટેણકા‍નો આઇક્યુ જાણશો તો તમે છક થઈ જશો

એ નાનકડો છોકરો ૩૦ સુધીના ઘડિયા તો સહેજ પણ ભૂલ વગર કડકડાટ બોલે છે. અઘરા શબ્દો સરળતાથી બોલે છે. દરેક દેશની રાજધાનીની વિગતો તેને યાદ છે. 

29 July, 2021 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

૧૪,૮૦૦ રૂપિયાવાળી સોનાની ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવી છે?

શું તમે સ્પેશ્યલ ટૉપિંગ્સ અને ઘટકો ધરાવતી ફ્રેન્ચ ફ્રાઇઝ માટે ૨૦૦ ડૉલર એટલે કે લગભગ ૧૪,૮૦૦ રૂપિયા ચૂકવો ખરા તો બેશક જવાબ ‘ના’ જ આવે.

29 July, 2021 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મહિલાએ ફિયાટને હરતાફરતા ઘરમાં ફેરવી

રીટેલ સ્ટોરની વર્કર હેન્ના વૅન ખરીદીને તેને કૅમ્પરમાં ફેરવી નાખવાનો વિચાર કરતી હતી, પરંતુ એનો ખર્ચ પરવડે એમ નહોતો. તેથી ફિયાટ કારમાં પોતે જ સુથારીકામ કરીને બેડ, સ્ટોરેજની થોડી જગ્યાનું સર્જન કરી નાખ્યું.

29 July, 2021 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK