Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કન્યા લગ્નનાં મંડપમાં પણ પુશઅપ્સ કરવાનું ન ચૂકી

કન્યા લગ્નનાં મંડપમાં પણ પુશઅપ્સ કરવાનું ન ચૂકી

04 August, 2021 10:23 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૉડલ અને ડાયેટિશ્યન આના અરોરાએ વ્યાયામ દ્વારા આરોગ્ય જાળવવાનું મહત્ત્વ સમજાવવા માટે સરસમજાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો

લગ્નનાં મંડપમાં પુશઅપ્સ કરતી કન્યા

લગ્નનાં મંડપમાં પુશઅપ્સ કરતી કન્યા


ભારતના લગ્ન સમારંભોના જોરદાર જલસા, શોરબકોર અને ધમાલ હાલની મહામારીમાં ઓછા થયા છે. સાદગીથી લગ્નોનું પ્રમાણ વધ્યું છે, પરંતુ રીતરિવાજો પ્રસંગને જીવંત બનાવે એ બાબતની સાવ બાદબાકી થઈ નથી. ઇન્ડિયન મૅરેજ થોડાં તોફાન-મસ્તી અને મોજથી યાદગાર તો બને જ છે, પણ એક લગ્ન સાવ અનોખા કારણસર યાદગાર બન્યાં છે.

મૉડલ અને ડાયેટિશ્યન આના અરોરાએ વ્યાયામ દ્વારા આરોગ્ય જાળવવાનું મહત્ત્વ સમજાવવા માટે સરસમજાનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. એ વિડિયોમાં ભારતના એક પરિવારની કન્યા પોતાનાં લગ્નના દિવસે મંડપમાં બેસતાં પહેલાં કસરત કરવાનું ચૂકતી નથી. તેને મોંઘો અને વજનમાં ભારે ‘લહેંગા’ તેમ જ બધા દાગીના પહેરીને પુશઅપ્સ કરી રહેલી વિડિયોમાં બતાવાઈ છે. ઇન્સ્ટાગ્રામના પાંચ લાખ કરતાં વધારે નેટિઝન્સે આ વિડિયો લાઇક કર્યો છે. સેંકડો લોકોએ કમેન્ટ્સમાં વ્યાયામ દ્વારા આરોગ્ય જાળવવાની કન્યાની કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતાની ભરપુર પ્રશંસા કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2021 10:23 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK