° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


બિલ ગેટ્સ ૧૮ વર્ષની વયે વર્ષમાં ૧૧.૮૫ લાખ રૂપિયા કમાતા હતા

02 July, 2022 08:16 AM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૭૪માં જ્યારે બિલ ગેટ્સ ૧૮ વર્ષના હતા એ વખતના તેમના રેઝ્‍‍યુમે પરથી જાણી શકાય છે કે ત્યારે હાર્વર્ડ્સમાં તેમનું પ્રથમ વર્ષ હતું

યંગ બિલ ગેટ્સ Offbeat

યંગ બિલ ગેટ્સ

માઇક્રોસૉફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સનું નામ ‘ફૉર્બ્સ’ મૅગેઝિનની યાદીમાં આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે લેવાય છે, પણ દરેક વ્યક્તિ ક્યાંકથી તો શરૂઆત કરે જ છે. ૧૯૭૪માં જ્યારે બિલ ગેટ્સ ૧૮ વર્ષના હતા એ વખતના તેમના રેઝ્‍‍યુમે પરથી જાણી શકાય છે કે ત્યારે હાર્વર્ડ્સમાં તેમનું પ્રથમ વર્ષ હતું અને તેમની વાર્ષિક આવક ૧૫,૦૦૦ ડૉલર (લગભગ ૧૧.૮૫ લાખ રૂપિયા) હતી. આ રેઝ્‍યુમે હાલમાં વાઇરલ થયો છે.

યુએસ બ્યુરો ઑફ લેબર સ્ટૅટિસ્ટિક્સના ફુગાવાના કૅલ્ક્યુલેટર મુજબ આજના ડૉલરમાં એની કિંમત લગભગ ૭૫,૦૦૦  ડૉલર (લગભગ ૫૯.૨૮ લાખ રૂપિયા) જેટલી થાય છે, જે કૉલેજના નવા વિદ્યાર્થી માટે ઘણી પ્રભાવશાળી આવક ગણી શકાય.

જોકે એ સ્પષ્ટ જણાવાયું નથી કે તેમણે આ આવક ક્યાંથી મેળવી હતી. રેઝ્‍‍યુમે મુજબ તેઓ અને માઇક્રોસૉફ્ટના સહ-સ્થાપક પૉલ એલન ભાગીદારીમાં કામ કરતા હતા અને બન્નેએ મળીને પ્રારંભિક ઇન્ટેલ કમ્પ્યુટર માટે એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો હતો.

સીવી મુજબ બિલ ગેટ્સે વાનકુવરમાં ટીઆરડબ્લ્યુ સિસ્ટમ્સ ગ્રુપ (જે ૨૦૦૨માં નૉર્થ્રોપ ગ્રુમૅન દ્વારા હસ્તગત કરાઈ હતી)માં પ્રોગ્રામર તરીકે કામ કર્યું હતું અને લશ્કરી તેમ જ સિવિલ સ્પેસ સિસ્ટમ વિકસાવી હતી. બિલ ગેટ્સ અને પૉલ એલન તેમના રેઝ્‍‍યુમે લગભગ સરખા જ બનાવ્યા હતા, જેમાં તેમના કમ્પ્યુટર સંબંધી કોર્સની વિગતો અને કામના અનુભવો ઉપરાંત તેમની શારીરિક માહિતી પણ આપી હતી.

બિલ ગેટ્સનો આ રેઝ્‍‍યુમ હાલમાં વાઇરલ થયો છે

ગેટ્સ અને એલને ૧૯૭૫માં આલ્બુકર્કે એનએમમાં માઇક્રોસૉફ્ટ ટુગેધરની સ્થાપના કરી  હતી. ત્યાર બાદના વર્ષે તેમણે કમ્પ્યુટિંગ કંપનીનું નામ બદલીને માઇક્રોસૉફ્ટ રાખ્યું હતું.  ૧૯૭૯માં તેઓ કંપનીને વૉશિંગ્ટન લઈ ગયા.

આજે, માઇક્રોસૉફ્ટનું માર્કેટ કૅપ ૫૫૦ અબજ ડૉલર (લગભગ ૪૩૪૬૮ અબજ રૂપિયા)થી વધુ છે.  

ફાસ્ટ કંપનીના ટેક્નૉલૉજી એડિટર હૅરી મેકક્રેકન દ્વારા ગેટ્સ અને એલનના રેઝ્‍‍યુમેને ટ્વિટર પર શૅર કરવામાં આવ્યા હતા. 

02 July, 2022 08:16 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઝાડના થડ વચ્ચે ફરતી યુવતી, કલાકારે સરજ્યો અનોખો દૃષ્ટિભ્રમ

ચિત્રમાં જંગલમાં એક ઝાડનું થડ વચ્ચેથી કપાયેલું છે. કપાયેલા થડની ઉપર એક બૉલ પર ફરતી પરી જેવી આકૃતિ છે

08 August, 2022 12:21 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

વૈજ્ઞાનિકો બનાવશે 3D પ્રિન્ટિંગ ફૂડ

સિંગાપોરમાં આ વિશે સંશોધન કરી રહેલી ટીમે ભોજનની 3D પ્રિન્ટ બનાવવાનું શરૂ કર્યું છે

08 August, 2022 12:20 IST | Singapore | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવ વિરુદ્ધ પોલીસની ફની વૉર્નિંગ: મનાલીની જેલમાં ખૂબ ઠંડી પડે છે

ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા પછીથી અત્યાર સુધી આ ક્લિપને લગભગ ૬૦ લાખ વ્યુઝ અને ત્રણ લાખ લાઇક્સ મળ્યાં છે

08 August, 2022 12:19 IST | Manali | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK