દુલ્હા સહિત લગભગ ૬૫ જેટલા જાનૈયાઓ નાના હોડકામાં બેસીને દુલ્હનના ગામડે પહોંચી ગયા હતા.
પૂરના પાણીમાં હોડકામાં બેસીને દુલ્હો નિકાહ માટે પહોંચ્યો
બિહારમાં કોસી નદીમાં આવેલાં પૂરને કારણે અનેક ગામડાં એકમેકથી વિખૂટાં પડી ગયાં હોય એવું બન્યું હતું. જોકે એ પછીયે એક દુલ્હાએ પોતાનાં લગ્નને મોકૂફ રાખવાને બદલે ગમેએમ કરીને નિકાહ કરવાનું બીડું ઝડપ્યું હતું. પ્રબલપુર ગામના મોહમ્મદ અહસાન પોતાના ઘરેથી સજીધજીને બારાત લઈને નીકળ્યો હતો. કોસી નદીમાં આવેલાં પૂરને કારણે નીચાણવાળાં ગામડાંઓમાં પાણી ભરાઈ ગયાં હતાં અને કન્યા જે બડહરા ગામમાં રહે છે ત્યાં પહોંચવા માટે હોડી સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. દુલ્હા સહિત લગભગ ૬૫ જેટલા જાનૈયાઓ નાના હોડકામાં બેસીને દુલ્હનના ગામડે પહોંચી ગયા હતા.

