° °

આજનું ઇ-પેપર
Monday, 17 January, 2022


ભોપાલનો અજીબ કિસ્સોઃ મૂંછે હો તો અભિનંદન જૈસી હો, ભલે ફિર નૌકરી ના હો

10 January, 2022 04:29 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent

રાકેશ રાણાની મૂછ પણ હેન્ડલબાર મૂછો છે જે ઈન્ડિયન એરફોર્સના જાંબાઝ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનની મૂછને મળતી આવે છે

તસવીર સૌજન્ય : ટ્વીટર Offbeat News

તસવીર સૌજન્ય : ટ્વીટર

ભોપાલના પોલીસ કૉન્સ્ટેબલ રાકેશ રાણાને તેમની મૂછ ને કારણે નોકરી પરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. રાકેશ રાણાની મૂછ પણ હેન્ડલબાર મૂછો છે જે ઈન્ડિયન એરફોર્સના જાંબાઝ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્તમાનની મૂછને મળતી આવે છે. તેમના સાથી કર્મચારીઓ તેમને અભિનંદન કહીને જ બોલાવતા જો કે અધિકારીઓને આ નડી ગયું એટલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા. 
એક અહેવાલ પ્રમાણે કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના AIG પ્રશાંત શર્માનું કહેવું છે કે કૉન્સેબલ રાકેશનો વહેવાર આદેશ વિરોધી છે. આ સામે રાકેશે કહ્યું કે, સર રાજપૂત છું. નોકરી હોય કે ન હોય પણ મૂછ તો નહીં કાઢું. પોલીસની નોકરીમાં મૂછો શોભે.

કૉન્સ્ટેબલ રાકેશ રાણા એમપી પૂલ ભોપાલ કોઓપરેટિવ ફ્રોડ તેમજ લોક સેવા ગેરંટીના વિશેષ પોલીસ ડાયરેક્ટરના ડ્રાઈવરના પદે તહેનાત હતા, જેઓને બે દિવસ પહેલા તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્શનનો આદેશ IG પ્રશાંત શર્માએ જાહેર કર્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાકેશ રાણાનું ટર્નઆઉટ ચેક કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે તેમના વાળ વધી ગયા છે. મૂછનો આકાર વિચિત્ર છે તેમને આદેશ આપ્યા છતા તેમણે પાલન ન કર્યું અને મૂછ ન કપાવી. આ યુનિફોર્મ બદ્ધ સેવામાં અશિસ્ત ગણાય અને માટે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.

રાકેશનો જવાબ હતો કે, "સર હું રાજપૂત છું અને મૂછ મારી ઓળખ છે. નોકરી રહે કે ન રહે પણ હું મૂછ નહીં મુંડાવું. હું પહેલા પણ આવી જ મૂછો રાખતો. પાકિસ્તાન સેનાના હાથે પકડાયેલા ગ્રુપ કેપ્ટન અભિનંદન ફેમસ થયા તે પછી લોકો મને પણ મૂછના કારણે અભિનંદન કહેતા હતા. મને સસ્પેન્શન મંજૂર છે પરંતુ મૂછ તો નહીં જ કપાવુ."

ઉત્તરપ્રદેશના મેરઠમાં એક કૉન્સ્ટેબલ આકાશે પણ અભિનંદન જેવી મૂછો તો SSP પ્રભાકર ચૌધરીને કૉન્સ્ટેબલ આકાશની મૂછ એટલી ગમી ગઇ તેઓએ આકાશને એક હજાર રૂપિયાની રોકડ રકમ અને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કર્યા હતા.

10 January, 2022 04:29 PM IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઓમાઇક્રોને આ મહિલાને ભુખ્ખડ બનાવી દીધી

ટિકટૉક પરની તેની આ સ્ટોરીને ૬૦,૦૦૦ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે

17 January, 2022 08:26 IST | Melbourne | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

આ માણસ નહીં, રોબો છે

સોશ્યલ મીડિયા પર એક ક્લિપ વાઇરલ થઈ છે, જેમાં એક રોબો માનવીય લાગણીને અનુરૂપ એના ચહેરા પર થતા ફેરફારની આબાદ રીતે નકલ કરે છે

17 January, 2022 08:23 IST | London | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ગ્રેટ બૅરિયર રીફમાં જોવા મળ્યો દુર્લભ બ્લેન્કેટ ઑક્ટોપસ

આ પહેલાં લગભગ ૨૧ વર્ષ અગાઉ ગ્રેટ બૅરિયર રીફના નૉર્થમાં નર બ્લેન્કેટ ઑક્ટોપસ જોવા મળ્યો હતો

17 January, 2022 08:19 IST | Australia | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK