Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્ન અને રિસેપ્શન વચ્ચેના સમયમાં દુલ્હને તેના વાળ કાપીને આમંત્રિતોને ચકિત કર્યા

લગ્ન અને રિસેપ્શન વચ્ચેના સમયમાં દુલ્હને તેના વાળ કાપીને આમંત્રિતોને ચકિત કર્યા

13 January, 2022 01:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થોડી મિનિટ માટે તે શબ્દહીન બની ગયો હતો. જોકે એ માટેનું એક મુખ્ય કારણ એ પણ હતું કે તેણે લગભગ ૧૪ વર્ષ પછી વાળને કાતર અડાડી હતી.

લગ્ન અને રિસેપ્શન વચ્ચેના સમયમાં દુલ્હને તેના વાળ કાપીને આમંત્રિતોને ચકિત કર્યા

લગ્ન અને રિસેપ્શન વચ્ચેના સમયમાં દુલ્હને તેના વાળ કાપીને આમંત્રિતોને ચકિત કર્યા


જ્યૉર્જિયાના કોલંબસની હેરસ્ટાઇલિસ્ટ એલિસા વિલ્ચે લગ્નના બંધનમાં બંધાયા બાદ પોતાના વાળ લગભગ ૬ ઇંચ જેટલા કાપીને તમામ આમંત્રિતોને આશ્ચર્યચક્તિ કર્યા હતા. 
એલિસા વિલ્ચે લગ્ન માટે આઇ ડુ કહ્યા બાદ લગ્નની ઉજવણીની પાર્ટીમાં જવા વચ્ચેના સમયમાં ડ્રેસ ચેન્જ કરવાના સ્થાને આખો લુક ચેન્જ કરવાનું પસંદ કર્યું. તેની સહકાર્યકર અને નજીકની મિત્ર સ્ટેફની લીએ તેના વાળ લગભગ ૬ ઇંચ જેટલા કાપીને તેને નવો લુક આપ્યો હતો. આ વિડિયો તેણે ટિકટૉક પર શૅર કર્યો હતો જેને અત્યાર સુધી ૫૦ લાખ વ્યુઝ મળ્યા છે. જોકે આ પ્રથમ વાર નથી બન્યું. અગાઉ અન્ય એક ટિકટૉક યુઝર વોરા ક્વીને  પણ ગયા વર્ષે આ જ રીતે તેવા વાળ કાપ્યા હતા, તેના પતિના એ સમયના પ્રતિભાવ ખરેખર ખૂબ રોમાંચક હતા. થોડી મિનિટ માટે તે શબ્દહીન બની ગયો હતો. જોકે એ માટેનું એક મુખ્ય કારણ એ પણ હતું કે તેણે લગભગ ૧૪ વર્ષ પછી વાળને કાતર અડાડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2022 01:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK