Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મકાઈના ખેતરમાં મેસીની ૧૨૪ એકરની ઇમેજ

મકાઈના ખેતરમાં મેસીની ૧૨૪ એકરની ઇમેજ

20 January, 2023 08:39 AM IST | Buenos Aires
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્જેન્ટિનાને કતારમાં ફ્રાન્સ સામે પ્રખ્યાત વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી એની યાદરૂપે લિયોનેલ મેસીની ઇમેજ તૈયાર કરવામાં આવી છે

મેસીની ૧૨૪ એકરની ઇમેજ

Offbeat

મેસીની ૧૨૪ એકરની ઇમેજ


આર્જેન્ટિનાના ખેડૂતે ફુટબૉલના ખેલાડી લિયોનેલ મેસીના વર્લ્ડ કપમાં શાનદાર પર્ફોર્મન્સને બિરદાવવા તેના ખેતરના ૧૨૪ એકરમાં વિશેષ રીતે મકાઈનો પાક ઉગાડ્યો, જેને જો અંતરીક્ષમાંથી જોવામાં આવે તો મેસીની ઇમેજ જોવા મળે.

મેક્સિમિલિઆનો સ્પિનાઝ નામના આ ખેડૂતે એક અલ્ગોરિધમનો ઉપયોગ કરી ચોક્કસ ગણતરી કરી આર્જેન્ટિનાના મધ્ય કોર્ડોબા પ્રાંતમાં લોસ કોન્ડોરસમાં તેના ખેતરમાં બીજની વાવણી કરી હતી.



આ ગણતરી મુજબ ઉગાડવામાં આવેલા પાકને પરિણામે મેસીના દાઢીવાળા ચહેરાની એક વિશાળ છબી અવકાશમાંથી જોઈ શકાય છે. આર્જેન્ટિનાને કતારમાં ફ્રાન્સ સામે પ્રખ્યાત વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી એની યાદરૂપે લિયોનેલ મેસીની ઇમેજ તૈયાર કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2023 08:39 AM IST | Buenos Aires | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK