Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટીવીઍક્ટરે ‘નથિંગ’ બ્રૅન્ડના ઇયરફોન ઑર્ડર કર્યા તો ખરેખર નથિંગ જ મળ્યું

ટીવીઍક્ટરે ‘નથિંગ’ બ્રૅન્ડના ઇયરફોન ઑર્ડર કર્યા તો ખરેખર નથિંગ જ મળ્યું

17 October, 2021 12:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અંગે નારાજગી વ્યક્ત કરતાં ટીવી-ઍક્ટર પારસ કલનાવતે ટ્વીટ કર્યું હતું, જેના પર નેટિઝન્સ જાતજાતની કમેન્ટ્સ કરવા લાગ્યા હતા

પારસ કલનાવત અને તેણે ઑર્ડર કરેલા ‘નથિંગ’ બ્રૅન્ડના ઇયરફોન

પારસ કલનાવત અને તેણે ઑર્ડર કરેલા ‘નથિંગ’ બ્રૅન્ડના ઇયરફોન


ટીવી-ઍક્ટર પારસ કલનાવતે ફ્લિપકાર્ટ પરથી ઇયરફોન ઑર્ડર કર્યા હતા. જોકે તેના આશ્ચર્ય વચ્ચે તેને ડિલિવરીમાં મળેલું બૉક્સ ખાલી હતું. આ અંગે નારાજગી વ્યક્ત કરતાં ઍક્ટરે ટ્વીટ કર્યું હતું, જેના પર નેટિઝન્સ જાતજાતની કમેન્ટ્સ કરવા લાગ્યા હતા.

નેટિઝન્સની કમેન્ટ્સનું ખાસ કારણ એ હતું કે પારસે નથિંગ (એટલે કે કશું નહીં) નામના ઇયરફોન્સ મગાવ્યા હતા. આ ઇયરફોન્સની તેમના ઘરે ડિલિવરી થઈ અને બૉક્સની અંદર કશું નહીં (નથિંગ) જોતાં પારસ અકળાયા હતા. પોતાની ટ્વીટમાં પણ પારસે લખ્યું કે ફ્લિપકાર્ટ પરથી મેં મગાવેલા નથિંગ ઇયરફોન્સ સામે મને નથિંગ મળ્યું છે. પારસે ખાલી બૉક્સની તસવીરો પણ શૅર કરી હતી અને ફ્લિપકાર્ટની ટીકા કરી હતી. ફ્લિપકાર્ટે સામી પ્રતિક્રિયામાં માફી માગીને ઘટતી કાર્યવાહી કરવાના જવાબ સાથેની ટ્વીટ કરી હતી. આ આખા બનાવમાં ટ્વિટરના યુઝર્સે ઘણી રમૂજ મેળવી હતી અને મજાકભરી કમેન્ટ્સ કરી હતી. એક યુઝરે તો લખ્યું હતું કે તેણે નથિંગ (ઇયરફોન) મગાવ્યું અને તેને નથિંગ (કંઈ નહીં) મળ્યું છે. ઘણા યુઝર્સે તેમની સાથે પણ આવું બન્યું હોવાનું કમેન્ટ્સમાં લખ્યું હતું.



ઍક્ટર પારસ કલનાવત અનુપમા ટીવીસિરિયલના તેના પાત્ર માટે  જાણીતો છે.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2021 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK