° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


ટ્વિન્સ દીકરીઓને ગુમાવેલી એ જ તારીખે બીજી ટ્વિન્સ જન્મી

22 September, 2021 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાતાની તેમના પર કૃપા થઈ અને તેમને એક બાળકની ધારણાને બદલે ફરી ટ્વિન્સ ડૉટર્સની ભેટ મળી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કુદરત કેવા ખેલ ખેલતી હોય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરની એક ઘટના પરથી મળ્યું. એક યુગલે બે વર્ષ પહેલાં જે તારીખે ગોદાવરી નદીની બોટ-દુર્ઘટનામાં પોતાની ટ્વિન્સ દીકરીઓ ગુમાવી હતી એ જ તારીખે તેમને ત્યાં ફરી ટ્વિન્સ પુત્રીઓએ જન્મ લીધો છે.
૨૦૧૯ની ૧૫ સપ્ટેમ્બરે ટી. અપ્પાલા રાજુ અને તેની પત્ની ભાગ્યલક્ષ્મીની બે જોડિયા દીકરીઓ બોટ-દુર્ઘટનામાં ડૂબીને મૃત્યુ પામી હતી. એના શોકમાં તેઓ હજી પણ છે. જોકે આ વર્ષે બરાબર એ જ તારીખે (૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૧) ભાગ્યલક્ષ્મીએ ઈશ્વરની કૃપાથી ફરી ટ્વિન્સ પુત્રીને જન્મ આપ્યો છે.
૨૦૧૯ની બોટ-હોનારતમાં અપ્પાલા રાજુનાં મમ્મી પણ મૃત્યુ પામ્યાં હતાં. બોટમાં બન્ને પૌત્રીઓ સાથે તેઓ પણ પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે તેઓ તેલંગણમાં ભદ્રાચલમના ભગવાન રામના મંદિરે જઈ રહ્યાં હતાં ત્યારે તેઓ દુર્ઘટનાનો શિકાર બન્યાં હતાં. કાચ બનાવતી ફૅક્ટરીમાં કામ કરતા અપ્પાલાએ તેની પત્ની વધુ બાળક આપી શકશે કે નહીં એ તપાસવા ગયા વર્ષે ફર્ટિલિટી સેન્ટરમાં પત્નીને લઈને ગયો હતો, પરંતુ કોવિડ-19ને લગતા પ્રોટોકોલને લીધે તપાસ નહોતી થઈ શકી. જોકે વિધાતાની તેમના પર કૃપા થઈ અને તેમને એક બાળકની ધારણાને બદલે ફરી ટ્વિન્સ ડૉટર્સની ભેટ મળી.

22 September, 2021 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ડ્રોનની મદદથી પોલીસે હાઈ ટેન્શન વાયરમાં ફસાયેલા કબૂતરને બચાવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર આ પક્ષી લગભગ ૧૨ કરતાં પણ વધુ કલાકથી ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલું હતું

15 October, 2021 10:48 IST | Peru | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ટર્કીની આ મહિલાની હાઇટ સૌથી વધુ

આ પહેલાં ૧૮ વર્ષની વયે તે વિશ્વની સૌથી ઊંચી મહિલા ટીનેજર તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામી હતી

15 October, 2021 10:47 IST | Turkey | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

બે માથાં અને છ પગવાળો કાચબો જન્મ્યો

આ જોડિયા કાચબાનું નામ મૅરી-કેટ અને એશ્લે ઑલ્સેન રાખવામાં આવ્યું છે

15 October, 2021 10:46 IST | Massachusetts | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK