Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ઓરાંગઉટાંગ લઈ રહ્યો છે વાઘનાં બચ્ચાંઓની કાળજી

ઓરાંગઉટાંગ લઈ રહ્યો છે વાઘનાં બચ્ચાંઓની કાળજી

09 August, 2022 11:41 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિડિયોમાં ઓરાંગઉટાંગ વાઘનાં ત્રણ બચ્ચાંઓ સાથે ગેલ કરી રહ્યો છે અને એક વાઘના બચ્ચાને બૉટલથી દૂધ પીવડાવી રહ્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા Offbeat

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


પ્રાણીઓનો કોઈ સુંદર વિડિયો હોય કે કોઈ વ્યક્તિએ કરેલી નવીનતમ શોધની વાત હોય, સોશ્યલ મીડિયા પર એનો વિડિયો શૅર કરવામાં મહિન્દ્ર ગ્રુપના ચૅરમૅન આનંદ મહિન્દ્ર હંમેશાં આગળ રહ્યા છે. તાજેતરમાં તેમણે એક ઓરાંગઉટાંગ વાનરનો વિડિયો શૅર કર્યો છે, જેણે નેટિઝન્સનું મન મોહી લીધું છે. વિડિયોમાં ઓરાંગઉટાંગ વાઘનાં ત્રણ બચ્ચાંઓ સાથે ગેલ કરી રહ્યો છે અને એક વાઘના બચ્ચાને બૉટલથી દૂધ પીવડાવી રહ્યો છે.

વિડિયો-ક્લિપમાં ઓરાંગઉટાંગ વાઘના નાના બચ્ચાને બૉટલથી દૂધ પિવડાવીને પછી એક માની જેમ એની સાથે ગેલગમ્મત કરી રહ્યો છે. વિડિયોની કૅપ્શનમાં તેમણે લખ્યું છે, ‘ઘણી વાર તમને લાગે કે તમારાં બચ્ચાં તમારાથી ઘણાં જુદાં પડે છે, છતાં તમે તેને પ્રેમ કરો છો.’



થોડા કલાક પહેલાં કરાયેલી આ પોસ્ટને અત્યાર સુધી ૯૦,૦૦૦ કરતાં વધુ વ્યુઝ અને ૫૦૦૦ કરતાં વધુ લાઇક્સ મળી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2022 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK