° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


૧૧ મહિનાની બાળકી સ્નોબોર્ડિંગ કરે છે

21 November, 2021 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકીના પિતાએ જણાવ્યું કે તેને સ્નોબોર્ડિંગ કરવાનું ખૂબ ગમે છે. તે જ્યારે સ્નોબોર્ડ પર એકલી સરકતી હોય ત્યારે તેનું બૅલૅન્સ અને ચહેરા પરની ખુશી જોવા જેવી હોય છે. 

૧૧ મહિનાની બાળકી સ્નોબોર્ડિંગ કરે છે

૧૧ મહિનાની બાળકી સ્નોબોર્ડિંગ કરે છે

નાનાં બાળકો કાંઈ પણ કરે ત્યારે તેમના પરથી નજર હટતી નથી. જોકે માતાપિતાને પણ તેમનાં બાળકો સાથે અવનવું કરવાની અલગ જ મજા આવતી હોય છે. ચીનની ૧૧ મહિનાની વાંગ યુજી નામની બાળકીને તેના પપ્પા ચોંગલીમાં સ્નોની સીઝનમાં સ્નોબોર્ડ પર બેસાડીને સરકવામાં મદદ કરી રહ્યા છે. ઇન્ટરનેટ પર વાઇરલ થયેલી આ વિડિયો-ક્લિપમાં બાળકીને નાના સ્નોબોર્ડ પર બેસાડીને બરફ પર સરકાવે છે. જ્યારે બાળકીને તેના પપ્પા ઢોળાવ પર એકલી સરકવા મૂકે છે ત્યારે સીધું જોવાની સૂચના આપવા સાથે તેનો ઉત્સાહ વધારતા હોય છે. પછીથી તેના પિતાએ એક દોરી વડે બાળકીના સ્નોબોર્ડ પર કન્ટ્રોલ કર્યો હતો. બાળકીના પિતાએ જણાવ્યું કે તેને સ્નોબોર્ડિંગ કરવાનું ખૂબ ગમે છે. તે જ્યારે સ્નોબોર્ડ પર એકલી સરકતી હોય ત્યારે તેનું બૅલૅન્સ અને ચહેરા પરની ખુશી જોવા જેવી હોય છે. 

21 November, 2021 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

હાથના પંજાની પાછળના ભાગ પર સૌથી વધુ ઈંડાં બૅલૅન્સ કરવાનો રેકૉર્ડ

અહીં ઇરાકના ઇબ્રાહિમ સાદેક નામના એક યુવકે હાથની પાછળના હિસ્સા પર ઈંડાં બૅલૅન્સ કરવાની કોશિશ કરીને એકસાથે ૧૮ ઈંડાં બૅલૅન્સ કર્યાં હતાં.

28 November, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

પ્લાસ્ટિકનો મગર સમજીને સેલ્ફી લેવા ગયો, નીકળ્યો રિયલ

અમ્યુઝમેન્ટ પાર્કના અધિકારીઓએ આ ઘટના માટે પોતે જવાબદાર ન હોવાનું જણાવતાં કહ્યું હતું કે અમે પ્રવાસીઓને જંગલી અને જીવલેણ ઈજા પહોંચાડતાં પ્રાણીઓથી દૂર રહેવા પ્રવાસીઓને સાવચેત કરતા હોઈએ છીએ.

28 November, 2021 01:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

બેસ્ટ ચાઇનીઝ ફૂડ શોધવાના પ્રયાસમાં આ વડીલે ૮૦૦૦ રેસ્ટોરાંનું ફૂડ ચાખ્યું

અમેરિકાનો ૭૨ વર્ષનો આ વૃદ્ધ આ જ શ્રેણીમાં ગણી શકાય. શ્રેષ્ઠ ચાઇનીઝ ફૂડની શોધમાં આ કાકા છેલ્લાં ૪૦ વર્ષથી વિવિધ રેસ્ટોરાંની મુલાકાત લઈ ચૂક્યા છે. 

28 November, 2021 01:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK