° °

આજનું ઇ-પેપર
Wednesday, 01 December, 2021


કેરલાના પૂરગ્રસ્ત વિસ્તારમાં વર-વધૂ રસોઈના તપેલાને હોડી બનાવીને મૅરેજ-હૉલ પહોંચ્યાં

19 October, 2021 10:00 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

મર્યાદિત સંખ્યામાં સંબંધીઓ સાથે આ લગ્ન કરાયાં હતાં

રસોઈના તપેલાને હોડી બનાવીને મૅરેજ-હૉલ પહોંચતા વર-વધૂ

રસોઈના તપેલાને હોડી બનાવીને મૅરેજ-હૉલ પહોંચતા વર-વધૂ

છેલ્લા ત્રણેક દિવસથી ભારે વરસાદને કારણે કેરલા પૂરગ્રસ્ત છે. લોકો પૂરનાં પાણીથી બચવાની કોશિશ કરતા હોય એવામાં લગ્ન લખાયાં હોય તો લગ્નસ્થળ સુધી પહોંચવાનું કામ ખૂબ કપરું હોય છે. જોકે એક વખત ધારી લીધું કે ગમે તેમ કરીને નિર્ધારિત સ્થળે પહોંચવું છે તો પછી તેને કોઈ રોકી શકતું નથી.

પૂરના સમાચાર વચ્ચે પણ એક સમાચાર એવા મળ્યા છે જે વાંચીને પીડા વચ્ચે પણ નાનીશી સ્માઇલ આવી જાય. હકીકતમાં આકાશ અને ઐશ્વર્યા નામના આ  યુગલ જે બન્ને હેલ્થ વર્કર્સ છે તેઓ ગઈ કાલે પોતાના લગ્નસ્થળે પહોંચવા માટે રસોઈના મોટા ઍલ્યુમિનિયમના તપેલામાં બેસીને પહોંચ્યાં હતાં.

બન્નેનાં લગ્ન શરૂઆતમાં થાલાવડી ખાતે આવેલા એક મંદિરમાં થવાનાં હતાં, પરંતુ હૉલમાં પાણી ભરાયેલાં હતાં. મર્યાદિત સંખ્યામાં સંબંધીઓ સાથે આ લગ્ન કરાયાં હતાં. બન્નેએ જણાવ્યું કે અમારાં લગ્ન સોમવારે થયાં હતાં. બે દિવસ પહેલાં તેઓ જ્યારે મંદિરમાં આવ્યાં ત્યારે બિલકુલ પાણી ભરાયાં નહોતાં, પરંતુ ત્રણ દિવસના અવિરત વરસાદને કારણે માંદિરમાં પાણી ભરાઈ ગયાં હતાં અને તેઓ વધુ વિલંબ કરવા માગતાં ન હોવાથી તેમણે ઓછા આમંત્રિતો સાથે લગ્ન પાર પાડ્યાં હતાં.

19 October, 2021 10:00 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

આ ભાઈ એકબેઠકે ૯૬૦૦ કૅલરીવાળું ક્રિસમસ મેનુ ઝાપટી ગયા

આ ક્રિસમસ મેનુમાં ત્રણ ફેસ્ટિવ ક્રિસ્પી ચિકન સ્ટેક બર્ગર્સ, ત્રણ ફેસ્ટિવ સ્ટેક્સ (બીફ), બે ચીઝ શેરબૉક્સિસ, આઠ ફેસ્ટિવ પાઇ તેમ જ બે ​સેલિબ્રેશન્સ મેક ફ્લરીઝ સામેલ હતાં. 

01 December, 2021 10:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

રોબો બન્યો ટીચર

બાળકોને આવી કલ્પનાઓને પ્રોત્સાહન આપવા માટે ગાઝાપટ્ટીની એક પ્રાઇવેટ સ્કૂલના સાયન્સના ટીચરે એક રોબો બનાવ્યો છે, જે બાળકો સાથે વાત કરે છે અને તેમની સાથે હાથ પણ મિલાવે છે.

01 December, 2021 10:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

૨.૬ કરોડમાં વેચાયો જૂનો સિક્કો

લિન્કોલિન સિક્કાઓ માટે અનેક લોકોએ હરાજીમાં ભાગ લીધો હતો અને આખરે એ ૨૪૯૯ ડૉલરમાં એટલે કે અંદાજે ૧.૮૭ લાખ રૂપિયામાં વેચાયા હતા. 

01 December, 2021 10:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK