બે જ્વેલરભાઈઓ રાજકુમાર અને આશ્રિતે તો તેમને એક મૂર્તિ ભેટ પણ આપી હતી. બન્નેએ લૅબમાં ઉગાડેલા હીરામાંથી વડા પ્રધાનની મૂર્તિ બનાવી હતી
લાઇફ મસાલા
હીરામાંથી બનાવેલ વડા પ્રધાનની મૂર્તિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના બે દિવસના પ્રવાસે ગયા હતા અને હવે પાછા ભારત આવી ગયા છે. ત્યાં વસતા ભારતીયોએ વડા પ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બે જ્વેલરભાઈઓ રાજકુમાર અને આશ્રિતે તો તેમને એક મૂર્તિ ભેટ પણ આપી હતી. બન્નેએ લૅબમાં ઉગાડેલા હીરામાંથી વડા પ્રધાનની મૂર્તિ બનાવી હતી. બન્ને ભાઈ અમેરિકામાં જ્વેલરીનો વ્યવસાય કરે છે. મિસ બાઇડને લૅબમાં ઉગાડેલા હીરા વડા પ્રધાન મોદીને ભેટ કર્યા એ સાંભળીને તેમણે પ્રેરણા લીધી હતી. આ મૂર્તિ બનાવવામાં દોઢ વર્ષ લાગ્યું હતું.