બાવીસ વર્ષની સાઇબિરિયન વુમન ૧૮ જુલાઈએ ૧૩મા માળેથી પડી ગઈ હતી અને તે નીચે પટકાઈ હતી
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રશિયામાં એક યુવતી ૧૩મા માળેથી નીચે પડી ગઈ એમ છતાં તે આબાદ બચી ગઈ. તેને ખૂબ જ માઇનર ઇન્જરી થઈ હતી. બાવીસ વર્ષની સાઇબિરિયન વુમન ૧૮ જુલાઈએ ૧૩મા માળેથી પડી ગઈ હતી અને તે નીચે પટકાઈ એ વખતની ઘટના નજીકના ક્લોઝ્ડ સર્કિટ કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વિડિયો સોશ્યલ મીડિયા ઍક્સ પર શૅર કરવામાં આવ્યો છે, જેમાં યુવતી નીચે પટકાય છે. જોકે નીચે લીલુંછમ હરિયાળું ઘાસ પથરાયેલું છે એટલે તે બચી જાય છે. અલબત્ત, પટકાવાને કારણે તે લગભગ એકાદ ફુટ જેટલી પાછી ઉપર પણ ફેંકાય છે અને પાછી જમીન પર પટકાય છે. પટકાયા પછી અડધી જ મિનિટમાં યુવતી જાતે જ બેઠી થઈ જાય છે. કહેવાય છેને કે રામ રાખે તેને કોણ ચાખે?

