Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કેરલાનું ટ્રાન્સ કપલ પેરન્ટ્સ બનશે

કેરલાનું ટ્રાન્સ કપલ પેરન્ટ્સ બનશે

05 February, 2023 08:42 AM IST | Kerala
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેરલાના કોઝિકોડનું ટ્રાન્સજેન્ડર કપલ ઝિયા અને ઝહાદ માર્ચ મહિનામાં તેમના પ્રથમ સંતાનને એક્સપેક્ટ કરી રહ્યાં છે.

કેરલાનું ટ્રાન્સ કપલ પેરન્ટ્સ બનશે

Offbeat News

કેરલાનું ટ્રાન્સ કપલ પેરન્ટ્સ બનશે


કેરલાના કોઝિકોડનું ટ્રાન્સજેન્ડર કપલ ઝિયા અને ઝહાદ માર્ચ મહિનામાં તેમના પ્રથમ સંતાનને એક્સપેક્ટ કરી રહ્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષથી સાથે રહેતા આ કપલે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર આ ગુડ ન્યુઝ શૅર કર્યા હતા. ઝિયાએ આ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું, ‘હું જન્મથી કે મારા શરીરથી હું મહિલા નહોતો. જોકે બાળક મને ‘મા’ કહીને બોલાવે એ સાંભળવાનું કોઈ પણ સ્ત્રી જેવું મારું સપનું હતું. અમે કપલ ત્રણ વર્ષથી સાથે છીએ. જે રીતે એક મધર બનવાનું મારું સપનું હતું એ જ રીતે ઝહાદનું એક પિતા બનવાનું સપનું હતું.’ ઝિયા જન્મથી પુરુષ હતો અને તે મહિલા બન્યો, જ્યારે ઝહાદ જન્મે મહિલા હતી અને પુરુષ તરીકે ટ્રાન્સફૉર્મ થઈ. ઝહાદે ઝિયાથી ગર્ભ ધારણ કર્યો, કેમ કે મહિલામાંથી પુરુષ બનવાની પ્રોસેસને બાળક માટે અટકાવી દેવામાં આવી હતી અને તેના ગર્ભાશય અને અન્ય કેટલાંક અંગોને કાઢવામાં નહોતાં આવ્યાં. આ ન્યુઝ શૅર કરવામાં આવ્યા બાદ ઝિયા અને ઝહાદની પોસ્ટને અઢળક લાઇક્સ અને કમેન્ટ્સ મળ્યાં છે. દેશમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 08:42 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK