આ ઉજવણીમાં ક્રાયફિશમાંથી બનેલી જાતજાતની વાનગીઓ પીરસાઈ હતી
અજબગજબ
ઉત્સવ
ચીનમાં માછલીઓ ખાવાનો એક ખાસ ઉત્સવ યોજાયો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો એક ખુલ્લા ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા. ચીનના જિઆંક્સુ પ્રાંતમાં ઇન્ટરનૅશનલ ક્રાયફિશ ફેસ્ટિવલની આ ઉજવણીમાં ક્રાયફિશમાંથી બનેલી જાતજાતની વાનગીઓ પીરસાઈ હતી.
હેં!?
ADVERTISEMENT
રાજસ્થાનના બાડમેરમાં ૪૦ વર્ષનાં જિયોદેવી ફોન પર કોઈ સ્પિરિટ સાથે વાત કરતાં હોવાનો શક તેના પતિ ચુનીલાલને હતો એટલે તેણે અડધી રાતે ઘરમાં ચાર સંતાનોની હાજરીમાં જ પત્નીને ધારદાર શસ્ત્રથી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં માને બચાવવા જતાં તેની ટીનેજર દીકરી ઘાયલ થઈ હતી.
રંગ બદલવામાં કાચિંડાને પણ પાછળ રાખી દેશે આ કાનખજૂરા
સ્વરક્ષા માટે કાચિંડા બૅકગ્રાઉન્ડ જેવો ત્વચાનો રંગ બનાવી દેવા માટે જાણીતા છે, પરંતુ તાજેતરમાં એક ખાસ પ્રકારના કાનખજૂરાઓનો વિડિયો સામે આવ્યો છે જે રંગ બદલે છે. સ્કોલોપેન્ડ્રા એ સૌથી જાયન્ટ કાનખજૂરાની પ્રજાતિ છે. આ કાનખજૂરા પણ રંગ બદલી શકે છે. વિડિયોમાં એક કાનખજૂરો બ્રાઉન રંગમાંથી ડાર્ક કાળો અને એ પછી ચળકતો બ્લુ રંગ ધારણ કરી લે છે. સ્કોલોપેન્ડ્રા નાની ઈયળો, ગરોળી, પંખીઓ, કરોળિયા અને ચામાચીડિયાનો શિકાર કરીને જીવે છે.