ચાર મિનારને ૧૫૯૧માં કુતુબશાહી વંશના મોહમ્મદ કુલી કુતુબશાહ દ્વારા બનાવવામાં આવ્યો હતો
લાઇફમસાલા
ચાર મિનાર
હૈદરાબાદમાં આવેલું ચાર મિનાર ૧૩૫ વર્ષ જૂનું છે. ચાર મિનારમાં આવેલું ઘડિયાળ ડૅમેજ થયું હોવા પર એક ટૂરિસ્ટનું ધ્યાન ગયું હતું. ૨૫ મિનિટનું નિશાન જ્યાં કરવામાં આવ્યું છે ત્યાં વાઇટ બૅકગ્રાઉન્ડ પર કાણું પડ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ ડૅમેજ કબૂતરને કારણે થયું છે. ચાર મિનારને ૧૫૯૧માં કુતુબશાહી વંશના મોહમ્મદ કુલી કુતુબશાહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ ચાર મિનાર પર ઘડિયાળ ૧૮૮૯માં બનાવવામાં આવ્યું હતું. ચાર મિનાર નામ એની બનાવટને કારણે, એના ચાર સ્તંભ પરથી આપવામાં આવ્યું હતું.