આગ્રા નજીક ચિત્રહાટ ગામમાં એક વિશાળ અજગરનો શિકાર કરીને ગાયને ગળી જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
અજબગજબ
અજગર ગાય ગળી ગયો
આગરા પાસેના ચિત્રાહટ ગામમાં એક ગાયનો જાયન્ટ અજગરે શિકાર કર્યો હતો. ગામની બહાર લીલોતરીમાં એક મોટો અજગર કોકડું વળીને પડ્યો હતો અને એનું પેટ વિચિત્ર રીતે ફૂલેલું હતું. અજગરના મોઢામાંથી ગાયના બે પગ થોડા બહારની તરફ દેખાતા હતા. ગામની સીમનો વિસ્તાર હોવાથી આ ઘટના ક્યારે બની એની કોઈને ખબર જ નહોતી. જોકે ઘટનાસ્થળ પાસેથી પસાર થતા એક માણસને આની ખબર પડતાં તેણે ગામલોકોને ભેગા કર્યા. લોકોએ અજગરની પૂંછડી પકડીને તેને ઊંચો કરવાની કોશિશ કરી જેથી એના મોઢામાંથી શિકાર બહાર નીકળી જોય. જોકે ખાસ્સી જહેમત બાદ ગાય અજગરના મોઢામાંથી બહાર તો નીકળી હતી, પણ એ પહેલાં એ મૃત્યુ પામી હતી. નસીમ અહમદ નામના સ્થાનિક પત્રકારે આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે.