Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અજબ-બાજબ : આ ભાઈ વેર વાળવા સાપને કરડ્યા, સાપનું મૃત્યુ

અજબ-બાજબ : આ ભાઈ વેર વાળવા સાપને કરડ્યા, સાપનું મૃત્યુ

13 August, 2021 04:25 PM IST | Bhubaneswar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઓડિશાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ઓડિશાથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહી એક 45 વર્ષના આદિવાસી વ્યક્તિએ જાજપુર જિલ્લાના એક દૂરના ગામમાં સાપને કરડ્યા બાદ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. દાણાગાડી બ્લોક હેઠળની સાલીજંગા પંચાયત હેઠળના ગંભરીપટિયા ગામના કિશોર બદરા બુધવારે રાત્રે પોતાના ડાંગરના ખેતરમાં કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના પગ પર સાપે ડંખ માર્યો હતો.

અહેવાલો મુજબ બદરાએ બદલો લેવા માટે આ સાપને પકડી લીધો હતો અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. બદરાએ આ વિશે કહ્યું કે “ગઈકાલે રાત્રે હું પગપાળા ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે મારા પગમાં કંઈક વાગ્યું હતું. મેં મારી ટોર્ચ ચાલુ કરી જોયું તો જણાયું કે આ ઝેરી સાપ હતો. બદલો લેવા માટે, મેં સાપને મારા હાથમાં લીધો અને તેને વારંવાર કરડ્યો હતો અને તે મારી ગયો હતો.”



ઘટનાને પગલે તે મૃત સાપ સાથે તેના ગામ પરત ફર્યો હતો અને તેની પત્નીને આ ઘટના વિશે જણાવ્યું હતું. કેટલાક લોકોએ બદરાને નજીકની હોસ્પિટલમાં જવાની સલાહ આપી, પરંતુ તેણે હોસ્પિટલમાં જવાની ના પાડી દીધી અને તેના બદલે તે જ રાત્રે એક પરંપરાગત ઉપચારક પાસે સલાહ લેવા ગયા.


બદરાએ ગુરુવારે કહ્યું હતું કે “ભલે મેં ઝેરી સાપને કરડયો હોય, પણ મને કોઈ મુશ્કેલી અનુભવતી નથી. હું ગામની નજીક રહેતા પરંપરાગત ઉપચારક પાસે ગયો અને સાજો થઈ ગયો છું.”


Whatsapp-channel Whatsapp-channel

13 August, 2021 04:25 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK