Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નાઇજીરિયાનો ૯ વર્ષનો આ ટેણિયો વિશ્વનો સૌથી નાનો અબજોપતિ છે

નાઇજીરિયાનો ૯ વર્ષનો આ ટેણિયો વિશ્વનો સૌથી નાનો અબજોપતિ છે

29 January, 2022 08:55 AM IST | Nigeria
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોમ્ફા જુનિયર માત્ર ૬ વર્ષની વયે મૅન્શનનો તથા અસંખ્ય વૈભવી સ્પોર્ટ્સ કારનો માલિક હતો

 મોમ્ફા જુનિયર

Offbeat

મોમ્ફા જુનિયર


નાઇજીરિયાનો ૯ વર્ષનો આ ટેણિયો વિશ્વનો સૌથી નાનો અબજોપતિ છે. મોમ્ફા જુનિયર માત્ર ૬ વર્ષની વયે મૅન્શનનો તથા અસંખ્ય વૈભવી સ્પોર્ટ્સ કારનો માલિક હતો. જોકે એ માટે તે નહીં, પરંતુ તેના ઇન્ટરનેટ સેલિબ્રિટી પિતાએ તેને આપેલી ભેટને કારણે શક્ય બન્યું છે.  આ ઇન્ટરનેટ ઇન્ફ્લુએન્સરના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ૨૫,૭૦૦ ફૉલોઅર્સ છે, જ્યાં તે તેની વૈભવી જીવનશૈલીના ફોટો પોસ્ટ કરે છે, જેમાં રેડ લમ્બોર્ગિની એવેન્ટાડોર સામે પોઝ આપવાથી લઈને ક્રીમ બેન્ટલી ફ્લાઇંગ સ્પુરના બોનેટ પર બેસવા સુધી અને માથાથી પગ સુધીના વર્સાચે અને ગુચી જેવી બ્રૅન્ડનાં ડિઝાઇનર કપડાં પહેરવાનો સમાવેશ છે. નાઇજીરિયન ઇન્ટરનેટ સેલિબ્રિટી ૪૨ વર્ષનો ઇસ્માઇલિયા મુસ્તફા મોમ્ફાના નામે ઓળખાય છે, જેણે તેના પુત્ર મોમ્ફા જુનિયર માટે આ તમામ મિલકત ખરીદી હતી. મોમ્ફા જુનિયરે તેની પાસેની કારનો સંગ્રહ દર્શાવતાં કૅપ્શનમાં તેને પિતા તરફથી મળેલી ભેટ જણાવી હતી. 
મોમ્ફા જુનિયર તેના પિતા પાસેથી ખર્ચાળ અને વૈભવી જીવનશૈલી શીખ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ૧૧ લાખ ફૉલોઅર્સ ધરાવનાર મોમ્ફા સિનિયર લાગોસ અને યુએઈના તેના ઘર વચ્ચે ફરતા રહે છે. તેમના પેજ પર બૅન્ક્સ નોટ્સ ભરેલી બૅગ, ડિઝાઇનર શૉપિંગ બૅગ્સ તથા મૉરિશ્યસ આઇલૅન્ડ પરના સફારી પાર્કમાં સિંહ અને વાઘ સાથેના ફોટોગ્રાફ છે.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2022 08:55 AM IST | Nigeria | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK