° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


આ બાળક ‘ચાઇલ્ડ ઇન્ફ્લુઅન્સર’ તરીકે ૬ આંકડામાં કમાણી કરે છે

13 May, 2022 09:10 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઓમરી મૅક્વિને વીગન શેફ અને ઇન્ફ્લુઅન્સર તરીકે પોતાનું આખું સામ્રાજ્ય બનાવ્યું છે

ઓમરી મૅક્વિન Offbeat

ઓમરી મૅક્વિન

બાળકોના જીવનમાં ૧૩ વર્ષની ઉંમર બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થા વચ્ચેની ઉંમર છે. આ વયના બ્રિટનના એક બાળક ઓમરી મૅક્વિને માત્ર આઠ વર્ષની ઉંમરે સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ શરૂ કર્યા પછી એક વીગન શેફ અને ઇન્ફ્લુઅન્સર તરીકે પોતાનું આખું સામ્રાજ્ય બનાવ્યું છે. ઓમરી મૅક્વિને વિવિધ સાહસ કર્યાં છે; જેમાં છોડ આધારિત ભોજન, ડીપ્સ અને જૂસ વેચનારી શાકાહારી કંપની ડિપાલિશિયસનો પણ સમાવેશ છે. આ ઉપરાંત ઓમરી ગોઝ નામની તેની પોતાની યુટ્યુબ ચૅનલ પણ છે. ઓમરી મૅક્વિનના ઇન્સ્ટાગ્રામના ૨૮,૨૦૦ ફૉલોઅર્સ છે. ‘ગુડ મૉર્નિંગ બ્રિટન’ના શોમાં તેની મમ્મી લેહ મૅક્વિને જણાવ્યું હતું કે ડિસ્લેક્સિયાને કારણે તેને સ્કૂલ જવામાં ભારે મુશ્કેલી પડતી હોવાથી તે પ્રાઇવેટ સ્કૂલના ક્લાસિસ ઑનલાઇન ભરે છે. ઓમરી મૅક્વિ​નની મમ્મી લેહે જણાવ્યું હતું કે ઓમરી એક વીગન શેફ છે અને તેનું મિશન પ્રાણીઓને નુકસાન પહોંચાડ્યા વિનાના ભોજન પ્રત્યે લોકોને વાળવાનું છે અને એ માટે તે તેની વિવિધ ચૅનલ ચલાવે છે, પૈસા માટે નહીં. 

13 May, 2022 09:10 AM IST | London | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

હા​ઈ હીલ્સ પહેરીને ટાઇટ દોરડા પર ચાલવાનો રેકૉર્ડ

અમેરિકાની વર્મોન્ટ રાજ્ય બેલોઝ ફોલ્સ યુનિયન હાઈ સ્કૂલની એરિયાની વન્ડરલ નામની ટીનેજરે સોમવારે ૪ ઇંચની હીલ્સ પહેરીને સ્કૂલના જિમમાં ૬ ફુટ ઊંચાઈએ આવેલા ટાઇટ દોરડા પર બાવન વખત મળીને કુલ ૬૪૦ ફુટ ચાલીને અનધિકૃત રીતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. 

22 May, 2022 09:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

લિટરલી ‘પૈસોં કી બરસાત’

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોએ બધાને આશ્ચર્યમાં મૂક્યા છે.

22 May, 2022 08:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

યુએસના યુદ્ધજહાજ પર દેખાયો યુએફઓ

ડઝનેક કે સેંકડો ક્રૂમેને ૨૦૦૪માં બનેલી એક વિચિત્ર ઘટના વિશે હાલ જણાવ્યું હતું.

22 May, 2022 07:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK