એક પછી એક લમ્બોર્ગિની કાર રસ્તા પરથી પસાર થવા લાગી. લોકો જોઈને દંગ જ થઈ ગયા કે એકાએક અને એકસાથે ૭૧ લમ્બોર્ગિની ક્યાંથી આવી અને ક્યાં જાય છે
૭૧ લમ્બોર્ગિની
પ્રવાસન માટે પ્રિય શહેર મસૂરીમાં ત્યાં રહેતા લોકો અને પ્રવાસીઓ રાબેતા મુજબ હરીફરી રહ્યા હતા. એવામાં એક પછી એક લમ્બોર્ગિની કાર રસ્તા પરથી પસાર થવા લાગી. લોકો જોઈને દંગ જ થઈ ગયા કે એકાએક અને એકસાથે ૭૧ લમ્બોર્ગિની ક્યાંથી આવી અને ક્યાં જાય છે? પછી ખબર પડી કે લમ્બોર્ગિનીની એક ઇવેન્ટને કારણે ૭૧ કારનો કાફલો નીકળ્યો હતો. કાફલા માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે પણ રસ્તો ક્લિયર કરવામાં મદદ કરી હતી.

