° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


પંજાબના ખેડૂતે પૅશનને આપી પાંખ

05 December, 2022 11:07 AM IST | Bhatinda
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની સર્જનાત્મકતા અને નવીનતા માટે તેને વિવિધ અવૉર્ડ્સ પણ મળ્યા છે.

યાદવિન્દર સિંહ ખોખર Offbeat News

યાદવિન્દર સિંહ ખોખર

પંજાબમાં ભટિંડાના ખેડૂતે તેના બાળપણની મહેચ્છાને પૂરી કરતાં કેટલાંક વર્ષો પહેલાં ઍરોમૉડલિંગમાં ઝંપલાવ્યું હતું તથા હવે તેણે કેટલીક યુનિવર્સિટી સાથે સ્ટુડન્ટ્સને ઍરોનોટિક્સની બારીકીઓ શીખવવા માટે કરાર કર્યા છે.

યાદવિન્દર સિંહ ખોખર નામનો આ ૪૯ વર્ષનો ખેડૂત હાઈ ડેન્સિટી થર્મોકોલમાંથી વિવિધ ઍરક્રાફ્ટનાં મૉડલ્સ તૈયાર કરે છે. તેની સર્જનાત્મકતા અને નવીનતા માટે તેને વિવિધ અવૉર્ડ્સ પણ મળ્યા છે. યાદવિન્દર સિંહ ખોખર ભટિંડા જિલ્લાના પેટા તાલુકા ભગતાભાઈ કાના સિરીવાલા ગામના રહેવાસી છે. તેમનું કહેવું છે કે તેઓ બાળપણથી પક્ષીની જેમ ઊડવાની ઇચ્છા સેવતા હતા. અભ્યાસ પૂર્ણ કર્યા પછી ખેતીવાડીમાં જોડાવા છતાં તેમની આ ઇચ્છા જીવંત રહી હતી. પોતાની આ ઇચ્છાને આકાર આપવા તેઓ જ્યારે પારિવારિક લગ્નમાં હાજરી આપવા બ્રિટન ગયા ત્યારે કેટલાંક ઍરો મૉડલ લઈ આવ્યા હતા. ત્યાર બાદ ઇન્ટરનેટ પરથી માહિતી એકઠી કર્યા બાદ દિલ્હીમાં એક સંસ્થામાંથી ઍરોમૉડલિંગનો કોર્સ કર્યો હતો.

ધીમે-ધીમે તેમણે પોતાના ગામના ખેતરમાં રનવે વર્કશૉપ અને ઍરોમૉડલિંગ લૅબોરેટરી ઊભી કરી પોતે ઍરોમૉડલ્સ તૈયાર કર્યાં.

05 December, 2022 11:07 AM IST | Bhatinda | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

ઉંદર ડાયમન્ડ નેકલેસ ચોરી ગયો

વિડિયોમાં જોઈ શકાય છે કે જ્વેલરી શૉપમાં ગુમ થયેલા ડાયમન્ડ નેકલેસ પાછળ કોઈ ચોરનો નહીં, ઉંદરનો હાથ હતો. 

05 February, 2023 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

ન્યુ ઝીલૅન્ડમાં પૂરના પાણીમાંથી બસ કાઢી રહેલા ડ્રાઇવરને જોઈને નેટિઝન્સ ઇમ્પ્રેસ

ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડ શહેરના પરા વનહુંગામાં ભરાયેલા ઊંડાં પાણીમાંથી બસ કાઢી રહેલા ડ્રાઇવરનો વિડિયો વાઇરલ થયો છે.

05 February, 2023 08:52 IST | New Zealand | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

જાણે હવામાં તરતી બોટ

કાંચની જેમ આરપાર દેખાતી નદીમાં બોટ જોઈને સૌકોઈ ચોંકી ઊઠ્યા છે,

05 February, 2023 08:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK