ખેડૂતે જમીન ટ્રાન્સફર કરતાં જ પરવીને ૧૭ લાખમાં વેચી દીધી અને રોકડા ૫૦,૦૦૦ રૂપિયા અને દાગીના લઈને ભાગી ગઈ
આરોપી પરવીન પોલીસ સાથે
ઉત્તર પ્રદેશના મોહનલાલ ગંજમાં ૮૦ વર્ષના ખેડૂત નિહાલ અહેમદ ખાનને પરવીનબાનો સાથે પ્રેમ થઈ ગયો એટલે નવેમ્બર ૨૦૨૨માં બન્નેએ લગ્ન કરી લીધાં હતાં. નિહાલ ખાનને લાગ્યું હતું કે પત્ની તેમને પ્રેમ કરશે, પણ પત્નીએ તો આવતાંવેંત ૧૭ વીઘા જમીન પોતાના નામે કરવા દબાણ કર્યું. ખેડૂતે જમીન ટ્રાન્સફર કરતાં જ પરવીને ૧૭ લાખમાં વેચી દીધી અને રોકડા ૫૦,૦૦૦ રૂપિયા અને દાગીના લઈને ભાગી ગઈ. નિહાલ ખાનને ખબર પડી ત્યારે પ્રેમનું ભૂત ઊતરી ગયું. પોલીસ પાસે જઈને પત્નીએ લૂંટી લીધાની ફરિયાદ કરી. પોલીસે તપાસ કરી તો પરવીન રામનગરમાં રહેતા બીજા પતિના ઘરમાંથી મળી આવી હતી. પોલીસે કહ્યું કે પરવીન ત્રીજાં લગ્ન કરવાની વેંતમાં હતી.


