વિયેટનામમાં સૌથી વધુ લોકો ખરીદીના પ્લૅટફૉર્મ માટે ટિકટૉક શૉપનો ઉપયોગ કરે છે.
ટિકટોક
વિયેટનામમાં ઈ-કૉમર્સ દ્વારા ખરીદીમાં ખૂબ જ વિકાસ થયો છે. વિયેટનામમાં સૌથી વધુ લોકો ખરીદીના પ્લૅટફૉર્મ માટે ટિકટૉક શૉપનો ઉપયોગ કરે છે. અસોસિએશન ઑફ સાઉથ-ઈસ્ટ એશિયન નેશન્સમાં વિયેટનામનો વિકાસ સૌથી વધુ છે. છેલ્લાં ચાર વર્ષમાં વિયેટનામમાં ઍવરેજ ૧૬-૩૦ ટકાનો વિકાસ થયો છે. સિંગાપોર, મલેશિયા અને થાઇલૅન્ડ કરતાં પણ વિયેટનામનો વિકાસ વધુ છે. તેમ જ ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ દ્વારા વિયેટનામમાં જેટલી પણ શૉપિંગ થાય છે એમાં ૨૪ ટકા શૉપિંગ ટિકટૉક શૉપ દ્વારા કરવામાં આવે છે. ટિકટૉક એક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને ટક્કર આપવા ચીન દ્વારા આ પ્લૅટફૉર્મને લૉન્ચ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયામાં એને બૅન કરવામાં આવ્યું છે, પરંતુ દુનિયાભરના દેશોમાં એ હજી પણ ચાલે છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી જે રીતે શૉપિંગ કરી શકાય છે એ જ રીતે ટિકટૉક પરથી પણ શૉપિંગ કરી શકાય છે. વિયેટનામમાં શૉપિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતાં પ્લૅટફૉર્મમાં ટિકટૉક શૉપ બીજા ક્રમે છે.

