° °

આજનું ઇ-પેપર
Thursday, 16 September, 2021


અહીં વર્ક ફ્રોમ નહીં...વર્ક ફ્રોમ વેડિંગ..જુઓ તો ખરા આ વીડિયો

26 July, 2021 05:51 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો જોઈને તમને થશે કે આ શું વર્ક ફ્રોમ વેડિંગ...!

વાયરલ વીડિયોમાંથી

વાયરલ વીડિયોમાંથી

કોરોનાને કારમે લોકોની જીવનશૈલી બદલાઈ છે. ઓફિસોને તાળા લાગી જતા લોકોની કામ કરવાની રીત પણ બદલાઈ છે. ઓફિસ બંધ હોવાથી કર્મચારીઓ હાલ વર્ક ફ્રોમ હોમ (Work from home)કરી રહ્યા છે. જેથી કર્મચારીઓ ઓફિસના કામ સાથે અન્ય કામ પણ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક લગ્નનનો વીડિયો વાયરલ (Viral video of groom) થઈ રહ્યો છે.  આ વીડિયો ખુબ જ  રસપ્રદ છે. યુર્ઝસ આ વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં દુલ્હો લગન મંડપમાં બેઠા બેઠા લેપટોપ (Work from wedding)પર કામ કરતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હો લગ્નની વિધિ દરમિયાન લેપટોપ અને મોબાઇલ લઈને લગ્ન મંડપમાં ઓફિસનું કામ કરી રહ્યો છે. આ વીડિયોને જોઈને યૂઝર્સે કૉમેન્ટ્સનો વરસાદ વરસાવી દીધો છે.મંડપમાં બેઠેલા પંડિત મંત્રો બોલી રહ્યા છે અને દુલ્હો લેપટોપ પર કામ કરી રહ્યો છે. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jay-Raj Vijaysingh Deshmukh © (@jayraj_photo_phactory)

વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હો કામમાં એટલો તો વ્યવસ્ત છે કે તેને એનું પણ ભાન નથી કે તેની આસપાસ શું થઈ રહ્યું છે. દુલ્હાનું કામ પૂર્ણ થયા બાદ ફરીથી લગ્નની વિધિ શરૂ કરવામાં આવી હતી.

તો બીજી બાજુ મંડપમાં દુલ્હન પોતાની સખીઓ સાથે બેઠેલી જોવા મળે છે.  આ દ્રશ્ય જોઈ દુલ્હન પણ પોતાનું હસવાનું રોકી શકી ન હતી. આ આખો વીડિયો કોઈએ ઇન્ટરનેટ પર મૂકી દીધો હતો. દુલ્હાના લગ્નની વિધિને બદલે કામ કરતો જોઈને દુલ્હન હસી રહી છે. 

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર જયરાજ વિજય સિંહ દેશમુખ નામના યૂઝરે પોસ્ટ કર્યો છે. અનેક યૂઝર્સ આ વીડિયો જોઈ ચૂક્યો છે અને પોતાની કૉમેન્ટ્સ પણ આપી ચૂક્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરી લખ્યું કે, દુલ્હો હનીમૂન માટે પોતાની રજા બચાવી રહ્યો તો અન્ય એક યૂઝરે કહ્યું કે આ આઈટી કંપનીમાં કામ કરતો હશે.

એક યુઝરે ખુબ જ ફની અને રસપ્રદ કોમેન્ટ કરી લખ્યું કે, દુલ્હો પોતાના લેપટોપમાંથી તેની જૂની ગર્લફ્રેન્ડના ફોટોઝ ડિલીટ કરી રહ્યો લાગે છે. જ્યારે બીજા એક યુઝરે કહ્યું કે દુલ્હો અન્ય લોકો લગ્ન વિધિ જોઈ શકે તે માટે લેપટોપમાં સેટિંગ કરી રહ્યો હશે. ઘણી વાર આવા ફની વીડિયો લોકોના ચહેરા પર સ્માઈલ લાવી દેતા હોય છે. જોકે સોશિયલ મીડિયા પર અવાર નવાર આવા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે.  જે ક્યારેક વિવાદ ઉભો કરતા હોય છે તો ક્યારેક લોકોના મનોરંજનનુ માધ્યમ બનતા હોય છે. 

26 July, 2021 05:51 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

સિરિયલ નંબરવાળાં હાઇ-ટેક સમોસાં

નીતિન મિશ્રા નામના ટ્વિટર-યુઝરે સમોસાંનો ફોટો શૅર કર્યો છે

04 September, 2021 10:34 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મૅરેજમાં ગિફ્ટ આપ્યું પાંચ લિટર પેટ્રોલ

લગ્નની આ ભેટ જોઈને સૌકોઈ અચંબિત રહી જાય છે

21 August, 2021 09:52 IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

નેઇલ-આર્ટિસ્ટે આઇફોન-ચાર્જર જોડીને બનાવી ડિઝાઇન

એક નેઇલ-આર્ટિસ્ટે ભવિષ્યની કલ્પના કરીને આઇફોનના ચાર્જરની ટિપને નખ સાથે જોડી છે, જેનો ચાર્જર તરીકે પણ ઉપયોગ કરી શકાય. નખ સાથેના આઇફોન ચાર્જરના આ અખતરાને આર્ટિસ્ટે ઘરે ન કરવાની સલાહ આપી છે.

20 August, 2021 12:55 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK