° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


`યે આમ આમ નહી હૈ`: અઢી લાખ રૂપિયામાં પ્રતિ કિલો વેચાતી કેરી છે આ, જાણો ખાસિયત

18 June, 2021 06:36 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

આપણે હાફુસ, કેસર, બદામ અને તોતાપુરી જેવી કેરીના નામ સાંભળ્યા છે.  પણ શું તમે મિયાઝાકી કેરીનું નામ સાંભળ્યું છે ? ચાલો જાણીએ આ કેરી વિશે જે આંતરારાષ્ટ્રીય બજારમાં આશરે અઢી લાખ કરતાં પણ વધારે કિંમતે પ્રતિ કિલો વેચાય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

કેરીની સીઝન આવતાં કેરીના રસિયાઓ જાત જાતની કેરીઓ ખાવા ઉત્સાહિત હોય છે.  આપણે હાફુસ, કેસર, બદામ અને તોતાપુરી જેવી કેરીના નામ સાંભળ્યા છે.  પણ શું તમે મિયાઝાકી કેરીનું નામ સાંભળ્યું છે? મધ્યપ્રદેશમાં એક કપલ જાપાનની મિયાઝાકી કેરીનું વાવતેર કરે.  

મધ્યપ્રદેશના કપલે તેમના બગીચામાં આ જાપાનના મિયાઝાકી શહેરની કેરી વાવી છે. આ કેરીની છાલનો રંગ કેસરી નહીં પણ જાંબુડિયો હોય છે. દુનિયાની સૌથી મોંઘી કેરીમાં મિયાઝાકીનું નામ પહેલું આવે છે. મળતી માહિતી અનુસાર ગયા વર્ષે ઇન્ટરનેશનલ માર્કેટમાં આ કેરી 2.70 લાખ પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી. આ કેરીને એગ્સ ઓફ ધ સન પણ કહેવાય છે. 

જબલપુરમાં રાની અને તેના પતિ સંકલ્પ પરિહરે આ મૂલ્યવાન કેરીના આંબાનું વાવેતર કર્યું છે.  મધ્યપ્રદેશના આ કપલે બે આંબા અને તેના પર આવેલી 7 કેરીનું રક્ષણ કરવા માટે તેમણે ચાર ગાર્ડ અને 6 ડોગ્સ રાખ્યા છે. ગત વર્ષે  તેમના આંબા પરથી કેરીની ચોરી થઈ હતી, આથી તેમણે આ વખતે આ  કેરીની સુરક્ષા રાખવાનો વિચાર આવ્યો.  

આ કેરી વાવવા વિશે સંકલ્પ પરિહરે કહ્યું કે, એકવાર હું ટ્રેનમાં જઈ રહ્યો હતો ત્યારે એક ભાઈએ મને આ રોપ આપ્યો હતો અને તેને વાવી તેનું જતન કરવા કહ્યું હતું. પરંતુ ત્યારે મને આ રોપ મિયાઝાકી કેરીનો છે એ ખબર નહોતી. પંરતુ તેમ છતાં કેરીનો છોડ છે એવું વિચારી અમે તેની દેખભાળ કરી. બાદમાં અમને ખબર પડી કે આ તો મિયાઝાકી કેરી છે. પરંતુ મે આ કેરીને  `દામિની` નામ આપ્યું છે, જે મારી મમ્મીનું નામ છે.  

સંકલ્પની પત્ની રાનીએ કહ્યું કે ઘણા લોકો આ કેરી ખરીદવા સારી રકમ આપવા તૈયાર છે પરંતુ જયાં સુધીઆ કેરી આંબા પર પુરી રીતે પાકી ન જાય ત્યાં સુધી કોઈ પણ ગ્રાહકને નહી વેચીએ. મુંબઈથી એક ગ્રાહક આ કેરની 21 હજાર રૂપિયા આપવા તૈયાર થયા હતા પંરતુ અમે તેમને ના પાડી દીધી હતી.  

 
મિયાઝાકી કેરીની ખાસિયતો 

  • એક કેરીનો વજન  900 ગ્રામ સુધીનો હોય છે
  • આ કેરી જાપાનના મિયાઝાકી શહેરમાં થાય છે
  • આંખની તકલીફ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે 
  • કેરી પુરી પાકે ત્યારે થોડી લાલ અને પીળા રંગની થઈ જાય છે

18 June, 2021 06:36 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ચિત્ર-વિચિત્ર

સાડાત્રણ વર્ષના ટેણકા‍નો આઇક્યુ જાણશો તો તમે છક થઈ જશો

એ નાનકડો છોકરો ૩૦ સુધીના ઘડિયા તો સહેજ પણ ભૂલ વગર કડકડાટ બોલે છે. અઘરા શબ્દો સરળતાથી બોલે છે. દરેક દેશની રાજધાનીની વિગતો તેને યાદ છે. 

29 July, 2021 02:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

૧૪,૮૦૦ રૂપિયાવાળી સોનાની ફ્રેન્ચ ફ્રાઇઝ ખાવી છે?

શું તમે સ્પેશ્યલ ટૉપિંગ્સ અને ઘટકો ધરાવતી ફ્રેન્ચ ફ્રાઇઝ માટે ૨૦૦ ડૉલર એટલે કે લગભગ ૧૪,૮૦૦ રૂપિયા ચૂકવો ખરા તો બેશક જવાબ ‘ના’ જ આવે.

29 July, 2021 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચિત્ર-વિચિત્ર

મહિલાએ ફિયાટને હરતાફરતા ઘરમાં ફેરવી

રીટેલ સ્ટોરની વર્કર હેન્ના વૅન ખરીદીને તેને કૅમ્પરમાં ફેરવી નાખવાનો વિચાર કરતી હતી, પરંતુ એનો ખર્ચ પરવડે એમ નહોતો. તેથી ફિયાટ કારમાં પોતે જ સુથારીકામ કરીને બેડ, સ્ટોરેજની થોડી જગ્યાનું સર્જન કરી નાખ્યું.

29 July, 2021 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK