કાવડ યાત્રા વિવાદ વચ્ચે કૉંગ્રેસે ભાજપની ટીકા કરી. યોગી સરકારે સમગ્ર યુપીમાં કાવડ માર્ગો પર આવેલી ખાણીપીણીની દુકાનો પર માલિકનું નામ અને ઓળખ લખવાનો આદેશ આપ્યો છે. વિપક્ષ આ આદેશને સખત શબ્દોમાં વખોડી રહ્યું છે. આ અંગે કૉંગ્રેસના સુપ્રિયા શ્રીનાતે હવે યોગી સરકારને ઘણા તીખા સવાલો કર્યા છે.