17 જૂને પશ્ચિમ બંગાળના રંગપાની સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન કંચનજંગા એક્સપ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કરથી કંચનજંગા એક્સપ્રેસની એક બોગી હવામાં ઊછળી પડી હતી. દાર્જિલિંગના સિલિગુડી સબડિવિઝનમાં સ્થિત, આ વિસ્તારમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી માટે ટીમો ઘટના સ્થળે તહેનાત કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ તાત્કાલિક પરિસ્થિતિની માહિતી મેળવી હતી. આ ઘટના બાદ એનડીઆરએફ દ્વારા બચાવ કાર્યના દરેક જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.