AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ 18મી લોકસભાના સભ્ય તરીકે શપથ લેતા દરમિયાન, "જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન" શબ્દો સાથે શરૂઆત કરી હતી. ઓવૈસીના "જય પેલેસ્ટાઈન" ના નારાથી રાજકીય વિવાદ ઉભો થયો છે અને ઓવૈસીને આ બાબતે સ્પષ્ટતા આપવા પણ કહ્યું છે. ઓવૈસીએ તેમના નિવેદનનો બચાવ કર્યો, અને જણાવ્યું કે તે ગેર કાયદેસર નથી અને કોઈ ધોરણોનું ઉલ્લંઘન કરતું નથી. ઓવૈસીએ કહ્યું હતું કે પેલેસ્ટાઈન સાથે એકતા વ્યક્ત કરવી તેના અધિકારોમાં છે અને તે ન્યાય અને આંતરરાષ્ટ્રીય એકતાના સિદ્ધાંતો સાથે જોડાયેલી છે. આ ઘટનાએ ફ્રીડમ પીએફ સ્પીચ, રાજકીય અભિવ્યક્તિ અને વૈશ્વિક મુદ્દાઓ સાથે સ્થાનિક રાજકારણના બાબતે ધ્યાન દોર્યું છે.