દિલ્હી એક્સાઇઝ ડ્યુટી કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા પછી તરત જ, AAP નેતાઓએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી. દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાએ કહ્યું, " ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે અરવિંદ કેજરીવાલ જેટલો સાચો, પ્રામાણિક અને દેશભક્ત બીજો કોઈ રાજકારણી નથી. ભાજપે એક પ્રામાણિક માણસને કામ કરતો અટકાવી તેની ધરપકડ કરવા માટે હજારો કાવતરાં ઘડ્યાં. લોકશાહીના ઈતિહાસમાં આનાથી મોટું કોઈ પાપ નથી કોર્ટે અવલોકન કર્યું હતું કે ED કેસમાં તે જેલમાંથી નીકળી શકે તે રોકવા માટે CBIએ તેમની ધરપકડ કરી હતી. લોકોએ તેમના માટે પ્રાર્થના કરી અને આજે તેમની પ્રાર્થનાનો જવાબ મળ્યો છે, હું તેમનો અને ઇશ્વરનો આભાર માનું છું..."