પાકિસ્તાનના વડાપ્રધાને ફરી શાંતિનો રાગ આલાપ્યો છે. ઈમરાન ખાને કહ્યું છે કે તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું કહેવું છે કે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતમા માટે ભારત સાથે તેમના દેશના સંબંધો એકમાત્ર સમસ્યા છે. તેમણે લોકસભા ચૂંટણી બાદ ભારત સાથે સારા સંબંધોની પણ આશા વ્યક્ત કરી છે. પાકિસ્તાન સરકાર આ દિશામાં કામ કરી રહી છે. બેલ્ટ એંડ રોડ ફોરમના બીજા સંમેલનમાં સામેલ થવા માટે ચીન પહોંચેલા ખાને શુક્રવારે પોતાના એક સંબોધનમાં આ વાત કરી.
https://www.gujaratimidday.com/news/national-news/photo/read-all-latest-news-till-8-pm-today-which-are-important-in-just-a-click-8700
ફનીને લઈને ભારતીય હવામાન વિભાગે અલર્ટ આપ્યું છે. બંગાળની ખાડીમાં ઉઠનારા તોફાન ફનીને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ તોફાન આવનારા 12 કલાકમાં ગંભીર રૂપ ધારણ કરી શકે છે અને 24 કલાકની અંદર તે ખૂબ જ ખતરનાક સ્વરૂપ લઈ શકે છે. એક મે સુધી આ તોફાન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને સંભાવના છે કે આ બાદ ધીરે-ધીરે તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે.
https://www.gujaratimidday.com/news/national-news/photo/read-all-latest-news-till-8-pm-today-which-are-important-in-just-a-click-8700
પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર બે મતદાર વોટિંગ કાર્ડના ચાર્જ પર આમ આદમી પાર્ટીના આક્ષેપોનો જવાબ આપ્યો છે. ઉમેદવારના આક્ષેપો અંગે ગંભીરે કહ્યું કે તેમની પાસે કોઈ મુદ્દો નથી એટલે તેઓ એવું કરી રહી છે.
https://www.gujaratimidday.com/news/national-news/photo/read-all-latest-news-till-8-pm-today-which-are-important-in-just-a-click-8700
એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમીથી ગુજરાતીઓ ત્રસ્ત થઈ ગયા છે. ગુજરાતમાં આજે પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. મે મહિનાની શરૂઆત પહેલા જ આકરી ગરમી પડી રહી છે. શનિવારે રાજ્યમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ હતી. અનેક જગ્યાએ ગરમીનો પારો 45ને પાર થયો હતો. 45.2 ડિગ્રી સાથે કંડલા બંદર રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું. સુરેન્દ્રનગર અને ઈડરમાં પણ 45 ડિગ્રી નોંધાયું હતું.
https://www.gujaratimidday.com/news/national-news/photo/read-all-latest-news-till-8-pm-today-which-are-important-in-just-a-click-8700
તાલાળા ગીરની અમૃત ફળ ગણાતી કેસર કેરીની સીઝનનો તલાલા માર્કેટિંગ યાર્ડમાં પ મે રવિવારથી શુભારંભ થશે. તાલાળા યાર્ડમાં ૩ મેથી સીઝનનો શુભારંભ થયો હોઈ આ વર્ષે અમદાવાદીઓને બે દિવસ મોડી કેરી ખાવા મળશે. કેરીના રસિયાઓને હવે મન ભરીને કેરીનો સ્વાદ માણવા મળશે. દેશ અને દુનિયામાં કેરીરસિકોની પહેલી પસંદ બનેલી કેસર કેરીની આખરે શાનદાર ઍન્ટ્રી બજારમાં આગામી સપ્તાહથી શરૂ થઇ જશે.
https://www.gujaratimidday.com/news/national-news/photo/read-all-latest-news-till-8-pm-today-which-are-important-in-just-a-click-8700
હાલમાં બંધ પડેલી જેટ ઍરવેઝના નાલાસોપારામાં રહેતા ૪૫ વર્ષના એક કર્મચારીએ બિલ્ડિંગના ચોથે માળથી પડતું મૂકીને જીવન ટૂંકાવવાનું અંતિમ પગલું ભર્યું હતું. મૃતક કર્મચારીનું નામ શૈલેન્દ્ર સિંહ હોવાનું તુલિંજના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ડૅનિયલ બેને જણાવ્યું હતું. શૈલેન્દ્ર સિંહને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે એ પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું એવું બેને જણાવ્યું હતું.
https://www.gujaratimidday.com/news/national-news/photo/read-all-latest-news-till-8-pm-today-which-are-important-in-just-a-click-8700
મુંબઈની ૬ સીટ સહિત રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન આવતી કાલે યોજાïવાનું છે. આશરે ૩.૧૧ કરોડ મતદાતાઓ તેમના મતનો ઉપયોગ કરીને આ ૧૭ બેઠકો પર ૩૨૩ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં ચાર તબક્કામાં મતદાન કરવાની જાહેરાત ચૂંટણીપંચે કરી હતી જેમાં આ પહેલાં રાજ્યમાં ૧૧, ૧૮ અને ૨૩ એપ્રિલે મતદાન યોજાયું હતું, જ્યારે ચોથા તબક્કામાં ૨૯ એપ્રિલે ૩૩,૩૧૪ પોલિંગ-બૂથમાં મતદાન યોજાશે.
https://www.gujaratimidday.com/news/national-news/photo/read-all-latest-news-till-8-pm-today-which-are-important-in-just-a-click-8700
Avengers Endgameનું ધમાકેદાર કલેક્શન બીજા દિવસે પણ યથાવત છે. ફિલ્મ તમામ રેકોર્ડ્સ તોડવા તરફ આગળ વધી રહી છે. 11 વર્ષથી આવતી માર્વેલ સીરિઝની ફિલ્મોની છેલ્લી ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમ ભારતીય બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. ભારતમાં આ ફિલ્મ શુક્રવારે રીલિઝ થઈ અને તેણે પહેલા જ દિવસે 53 કરોડ 10 લાખની કમાણી કરી. શનિવારે તો ફિલ્મ તેનાથી પણ આગળ નીકળી અને 60 કરોડની કમાણી કરી.
https://www.gujaratimidday.com/news/national-news/photo/read-all-latest-news-till-8-pm-today-which-are-important-in-just-a-click-8700
કલકત્તાના ઐતિહાસિક ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમાં આજે કલકત્તાનો મુકાબલો મુંબઈ સામે છે. કૅરિબિયન જાયન્ટ ઍન્દ્રે રસેલના દમ પર શાનદાર શરૂઆત કર્યા બાદ છેલ્લી ૬ મૅચ હારીને પૉઇન્ટ-ટેબલ પર છઠ્ઠા નંબરે ધકેલાઈ ગયેલા કલકત્તા નાઇટ રાઇડર્સની લાજ મુંબઈ ઇન્ડિયન્સના હાથમાં છે. આજની મૅચ સહિત છેલ્લી ત્રણ મૅચમાં કલકત્તાને બે વાર જાયન્ટ મુંબઈ સામે ટકરાવાનું છે. જો તેઓ બન્ને વાર મુંબઈને પછાડવા સફળ થશે તો પ્લે-ઑફ માટે થોડીઘણી આશા જીવંત થઈ શકે છે. બીજી તરફ ચેન્નઈને હરાવ્યા બાદ જોશમાં આવી ગયેલું મુંબઈ આજે કલકત્તામાં વધુ એક વાર ડંકો વગાડીને પ્લે-ઑફની ટિકિટ કન્ફર્મ કરવા આતુર હશે.
https://www.gujaratimidday.com/news/national-news/photo/read-all-latest-news-till-8-pm-today-which-are-important-in-just-a-click-8700
દિલ્હીમાં આજે દિલ્હીવાસીઓને ડર છે દિલ્હીના જ વિરાટ કોહલીનો. દિલ્હીબૉયના નેતૃત્વવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર ટુર્નામેન્ટમાં મોડે-મોડે જીતનો સ્વાદ ચાખીને પુરપાટ દોડી રહી છે અને છેલ્લી ત્રણેય મૅચમાં જીત સાથે આજે દિલ્હી ડેરડેવિલ્સ સામે જીતની બાઉન્ડરી ફટકારવા મેદાનમાં ઊતરશે. બૅન્ગલોર ૧૧ મૅચમાંથી ચાર જીત અને સાત હાર સાથે કુલ ૮ પૉઇન્ટ સાથે પૉઇન્ટ-ટેબલ પર સૌથી નીચે આઠમા નંબરે છે, જ્યારે નવા નામ સાથે નવા જોશમાં રમી રહેલી દિલ્હી કૅપિટલ્સ ૧૧ મૅચમાં ૭ જીત અને ૪ હાર સાથે કુલ ૧૪ પૉઇન્ટ સાથે ત્રીજા નંબરે છે.
https://www.gujaratimidday.com/news/national-news/photo/read-all-latest-news-till-8-pm-today-which-are-important-in-just-a-click-8700