° °

આજનું ઇ-પેપર
Wednesday, 22 September, 2021


વિશ્વમાં મરણાંક ૨૧ ટકા વધ્યો : ડબ્લ્યુએચઓ

29 July, 2021 12:31 PM IST | Geneva | Agency

યુરોપ સિવાયના તમામ વિસ્તારોમાં કોવિડ-19 મૃતકોની સંખ્યામાં પણ નોંધનીય વધારો જોવા મળ્યો છે. જોકે સૌથી વધુ મૃત્યુ અમેરિકા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, બ્રિટન અને ભારતમાં નોંધાયા છે. 

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસથી થયેલા મૃત્યુમાં ગયા અઠવાડિયે ૨૧ ટકાનો વધારો નોંધાયો હોવાનું ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું. 
મોટા ભાગના ૬૯,૦૦૦ મૃત્યુ અમેરિકા અને સાઉથ ઈસ્ટ એશિયામાં નોંધાયા છે. અમેરિકી આરોગ્ય સંસ્થા ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે કોવિડ-19 કેસમાં ૮ ટકાનો વધારો નોંધાતાં હવે વિશ્વમાં કોરોના વાઇરસ સંક્રમિતોનો આંકડો લગભગ ૧૯.૪ કરોડ પર પહોંચ્યો છે. જો આ જ વલણ કાયમ રહેશે તો આગામી બે અઠવાડિયામાં કોવિડ કેસનો એકંદર આંકડો ૨૦ કરોડને પણ આંબી જાય એવી શક્યતા છે. ડબ્લ્યુએચઓએ વધુમાં ઉમેર્યું હતું કે યુરોપ સિવાયના તમામ વિસ્તારોમાં કોવિડ-19 મૃતકોની સંખ્યામાં પણ નોંધનીય વધારો જોવા મળ્યો છે. જોકે સૌથી વધુ મૃત્યુ અમેરિકા, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, બ્રિટન અને ભારતમાં નોંધાયા છે. 

29 July, 2021 12:31 PM IST | Geneva | Agency

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

બ્રહ્મલીન મહંત નરેન્દ્ર ગિરીને ભીની આંખ સાથે અપાઈ સમાધિ 

હિન્દુત્વના પ્રણેતાઓમાંના એક મહંત નરેન્દ્ર ગિરીને જમીનની સમાધિ આપવામાં આવી હતી.

22 September, 2021 08:42 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બ્રિટનને રસી સામે નહીં વેક્સિનેશન સર્ટિફિકેટ સામે વાંધો, નવી ગાઈડલાઈન્સ જાહેર

ભારત સરકારના કડક વલણ બાદ બ્રિટને કોવિશિલ્ડને માન્યતા આપવાની બાબતે ઝૂકતું હોય તેવું લાગે છે.

22 September, 2021 04:17 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

વડાપ્રધાન મોદી અમેરિકા જવા રવાના, શા માટે મહત્વનો છે આ પ્રવાસ, જાણો વિગત

વડાપ્રધાન મોદી અમેરિકા જવા રવાના, શા માટે મહત્વનો છે આ પ્રવાસ, જાણો વિગત

22 September, 2021 01:42 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK