° °

આજનું ઇ-પેપર
Thursday, 29 September, 2022


શા માટે ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ..? જાણો ઈતિહાસ 

08 August, 2022 04:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ (International Cat Day) દર વર્ષે 8 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 2002 માં આ દિવસ ઉજવવામાં આવ્યો હતો,

તસવીર: આઈસ્ટોક

તસવીર: આઈસ્ટોક

આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ (International Cat Day) દર વર્ષે 8 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત 2002 માં આ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જ્યારે ઇન્ટરનેશનલ ફંડ ફોર એનિમલ વેલફેર દ્વારા બિલાડીના સંરક્ષણની વાત થઈ. આ માટે તે સમયે સ્થપાયેલ ઇન્ટરનેશનલ ફંડ ફોર વેલ્ફેરે દર વર્ષે 8 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું. ત્યારથી, દર વર્ષે 8 ઓગસ્ટના રોજ, વિશ્વભરમાં બિલાડી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ બિલાડીને રક્ષણ અને મદદ પૂરી પાડવાનો છે. આ સાથે લોકોએ બિલાડી પ્રત્યે જાગૃત રહેવું પડશે. ભારતમાં પણ કેટ ડે ઉજવવામાં આવે છે. 

બિલાડીઓને પાળતુ પ્રાણી તરીકે ગણવામાં આવે છે. ઘણા દેશોમાં આ દિવસને વિશ્વ બિલાડી દિવસ પણ કહેવામાં આવે છે. કેટ ડે કેવી રીતે ઉજવવો તે અંગે દેશોના અલગ-અલગ અભિપ્રાયો છે. જ્યાં રશિયામાં 1 માર્ચે કેટ ડે ઉજવવામાં આવે છે. તો અમેરિકામાં 29 ઓક્ટોબરે કેટ ડે ઉજવવામાં આવે છે.

જ્યારે જાપાનમાં 22 ફેબ્રુઆરીએ કેટ ડે ઉજવવામાં આવે છે. જો કે, મોટાભાગના દેશોમાં કેટ ડે માત્ર 8 ઓગસ્ટે જ ઉજવવામાં આવે છે. આ દિવસે ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે આ વખતે લોકો ઘરોમાં જ છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયાની મદદથી કેટ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે લોકો સોશિયલ મીડિયા પર બિલાડીના વીડિયો અને તસવીરો શેર કરી રહ્યા છે.

આપણને બિલાડીને દૂધ પીવડાવવું ગમતું હોય છે, પરંતુ તમારે આવું કરવાનું ટાળવું જોઈએ. કારણ કે સામાન્ય ધારણાથી વિપરીત, મોટાભાગની બિલાડીઓને દૂધ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થવાનું જોખમ હોય છે. 

જેમ આપણે બધા જાણીએ છીએ કે પ્રાણીઓ બોલી શકતા નથી પરંતુ તેમની લાગણી વ્યક્ત કરી શકે છે. આવી સ્થિતિમાં બિલાડી જે ખૂબ જ સુંદર અને ઘરેલું પ્રાણી છે. તેની સુરક્ષા અને મદદ કરવાની આપણી જવાબદારી છે. આધુનિક સમયમાં બિલાડી પાળવાની પ્રથા વધી છે. તેનાથી સમાજમાં જાગૃતિ આવી છે. પૃથ્વી પર હાજર તમામ પ્રજાતિઓનું રક્ષણ કરવું એ આપણી મૂળભૂત ફરજ છે.

08 August, 2022 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ બનશે દેશના નવા CDS, જાણો વિગત

અનિલ ચૌહાણ દેશના DGMAO, આર્મીના ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર રહી ચૂક્યા છે

28 September, 2022 07:58 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

ગૃહ મંત્રાલયે પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા પર 5 વર્ષ માટે લાગ્યો પ્રતિબંધ, જાણો...

તાજેતરના દિવસોમાં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ PFI વિરુદ્ધ દરોડા પાડ્યા છે

28 September, 2022 03:48 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

આર્થિક રીતે નબળા વર્ગોને દસ ટકા અનામત સામે સુપ્રીમનો ચુકાદો અનામત

આર્થિક રીતે નબળા વર્ગના (ઈડબ્લ્યુએસ) લોકોને સરકારી નોકરી અને ઍડ્મિશનમાં ૧૦ ટકા અનામત આપવાના ૧૦૩માં બંધારણના સુધારાની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 

28 September, 2022 02:07 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK