° °

આજનું ઇ-પેપર
Friday, 16 April, 2021

શું છે CoWin App: જાણો કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન

27 February, 2021 03:18 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

શું છે CoWin App: જાણો કેવી રીતે કરી શકશો રજિસ્ટ્રેશન

નાયર હૉસ્પિટલમાં કોવિશીલ્ડ વૅક્સિન લેતા હેલ્થ-વર્કર્સ (તસવીર: આશિષ રાજે)

નાયર હૉસ્પિટલમાં કોવિશીલ્ડ વૅક્સિન લેતા હેલ્થ-વર્કર્સ (તસવીર: આશિષ રાજે)

ડ્રગ કન્ટ્રોલ જનરલ ઑફ ઇન્ડિયા (DCGI)એ કોવિડ-19ની બે વેક્સિનને સ્વીકૃતિ આપી છે. પહેલા ફેસ માટે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટેક વેક્સીન્સની આપૂર્તિ કરવા માટે તૈયાર છે. આને સોથી પહેલા ફ્રન્ટલાઇન કાર્યકર્તાઓને આપવામાં આવશે પછી 50 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે. ત્યાર પછી કેન્દ્ર સરકારે CoWin નામના એક એપ રજૂ કર્યો છે.

આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે 23 ડિસેમ્બર, 2020ના CoWIN સિસ્ટમને મજબૂત કરવા કહ્યું હતું. આ વેક્સીનના રોલ-આઉટ માટે એક ડિજીટલ પ્લેટફૉર્મ હશે. પ્રસાદે ટૉપ ટૂ કોન્ટેસ્ટન્ટ માટે ક્રમશઃ 40 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયાની રોકડ રકમની ભેટની પણ જાહેરાત કરી હતી. જાણો આ એપ વિશે વધુ.

CoWin App કેવી રીતે મળવવી
હાલ કોવિન એપ કાર્યાત્મક નથી. જો તમે આને ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી છે તો પણ તે હાલ કામ નહીં કરે. એવામાં આ નામની કોઇપણ એપ ડાઉનલોડ કરવાથી બચવું. તે ડુપ્લિકેટ હોઇ શકે છે. આ એપ હાલ પ્રી-પ્રૉડક્ટ સ્ટેજમાં છે. આમાં હેલ્થ ઑફિશિયલ્સ સામેલ છે. CoWin 2.0ને ટૂંક સમયમાં જ ભારતીય નાગરિકો માટે રજૂ કરવાની આશા છે.

કઇ રીતે કરવું કોવિન એપમાં રજિસ્ટર
હાલ સામાન્ય જનતા કોરોના વેક્સિન માટે રજિસ્ટર કરાવી શકશે નહીં. કારણકે આ હજી અધિકારીઓને જ આના ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે. એકવાર જ્યારે આ એપ ચાલશે ત્યારે તેના ચાર મૉડ્યૂલ હશે જેમાં યૂઝર એડમિનિસ્ટ્રેશન મૉડ્યૂલ, બેનિફિશિયરી રજિસ્ટ્રેશન, વેક્સીનેશન અને બેનિફિશિયરી એક્નોલેજમેન્ટ, સ્ટેટર અપડેશન સામેલ હશે.

જ્યારે એપ લાઇવ થઈ જશે ત્યારે કોવિન એપ કે વેબસાઇટ રજિસ્ટ્રેશન કરવા માટે ત્રણ વિકલ્પ આપશે. આમાં સેલ્ફ રજિસ્ટ્રેશન અને બલ્ક અપલોડ પણ સામેલ હશે. આના લૉજિસ્ટિક્સને હાલ જાહેર કરવામાં આવ્યા નથી. એવું પણ થઈ શકે છે કે સરકાર દ્વારા કેમ્પ્સ લગાડવામાં આવશે અને સામાન્ય જનતા ત્યાં જઇને અધિકારીઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ સિવાય સર્વેક્ષક અને જિલ્લા પ્રશાસક પણ કેટલાય લોકો પાસેથી એક સાથે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

જાણો કયા ડૉક્યુમેન્ટ્સની પડશે જરૂર
લોકોને રજિસ્ટ્રેશન માટે ફોટો ઓળખપત્રની જરૂર હશે જેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ સહિત અન્ય સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જાહેરાત કરીને કહ્યું છે કે વેક્સીનેશન ફ્રન્ટલાઇન વર્કર્સ માટે ફ્રી હશે. તો સામાન્ય જનતા માટે આનું શું મૂલ્ય હશે તેની માહિતી હાલ આપવામાં આવી નથી.

27 February, 2021 03:18 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

કોરોના વાયરસ હવાથી ફેલાય છે! નિષ્ણાતોનો પુરાવા સાથે દાવો

આરોગ્ય પર રિસર્ચ કરનાર દુનિયાના સૌથી મોટા મેડિકલ જર્નલ લેસેંટે જણાવ્યું

16 April, 2021 06:26 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

દેશમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસું? જાણી લો હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ વર્ષે સામાન્ય હવામાન રહેશે, ત્રણ મહિનામાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ પડવાની આગાહી

16 April, 2021 05:52 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Coronavirus Updates: છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા ૨.૧૭ લાખ નવા કેસ

વિશ્વના ટૉપ ૨૦ કોરોના સંક્રમિત શહેરોની યાદીમાં ભારતના ૧૫ શહેરનો સમાવેશ

16 April, 2021 03:46 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK