° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


દેશમાં આ વર્ષે કેવું રહેશે ચોમાસું? જાણી લો હવામાન વિભાગનું પૂર્વાનુમાન

16 April, 2021 05:52 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ વર્ષે સામાન્ય હવામાન રહેશે, ત્રણ મહિનામાં ૯૬થી ૧૦૪ ટકા વરસાદ પડવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ભારતીય હવામાન વિભાગ (Indian Metrological Department)એ ચાલુ વર્ષ ૨૦૨૧માં આવનાર ચોમાસાની ઋતુમાં કેટલો અને કેવો વરસાદ પડશે તેની આગાહી કરી છે. આઈએમડીએ ચોમાસાનું પૂર્વાનુંમાન કાહેર કર્યું છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, આ વર્ષે સામાન્ય હવામાન રહેશે. જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી દેશના અલગ-અલગ ભાગમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દરમિયાન ત્રણ મહિનામાં ૯૬ ટકાથી ૧૦૪ ટકા વરસાદ પડશે, તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ (Ministry of Earth Sciences)ના સચિવ એમ. રાજીવને આપેલી માહિતિ મુજબ, આ વર્ષે સમગ્ર દેશમાં ૭૫ ટકા સુધી વરસાદ લાવનારું Southwest Monsoon આ વખતે સામાન્ય રહેશે. વરસાદના Long Period Average (LPA) લગભગ ૯૮ ટકા રહી શકે છે.

હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ આ વર્ષે પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓડિશા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને આસામમાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

તો ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટે કરેલી જાહેરાત મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ૧૦૩ ટકા વરસાદનું અનુમાન છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય ચોમાસાની શક્યતા છે. જુલાઈ ઓગસ્ટ મહિનામાં વધુ વરસાદ પડશે. સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદની આશા છે.

16 April, 2021 05:52 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

રશિયાની સ્પુતનિક વૅક્સિન આવતા અઠવાડિયાથી ભારતના બજારમાં થશે ઉપલબ્ધ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં આપી માહિતી

13 May, 2021 06:16 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

કોરોના ઇફેક્ટઃ UPSCની પ્રિલિમ્સ પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય

હવે પરીક્ષા ૧૦ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ યોજાશે

13 May, 2021 03:28 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

Coronavirus Updates: છેલ્લા ચોવીસ કલાકમાં ૩.૬૨ લાખ નવા કેસ, ૩.૫૨ લાખ સાજા થયા

કોરોના સંક્રમણના કેસ ફરી એકવાર વધ્યા

13 May, 2021 02:32 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK