૪૦ દિવસના રંગોત્સવના પ્રારંભ પર ભક્તો દ્વારા રામલલાને રંગ પણ લગાવવામાં આવ્યો હતો
અયોધ્યામાં રામલલાને પીળા રંગનાં રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં
ગઈ કાલે વસંત પંચમી પર અયોધ્યામાં રામલલાને પીળા રંગનાં રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં હતાં અને ૪૦ દિવસના રંગોત્સવના પ્રારંભ પર ભક્તો દ્વારા રામલલાને રંગ પણ લગાવવામાં આવ્યો હતો. ગઈ કાલે રામલલાનાં દર્શન માટે જનમેદની ઊમટી પડી હતી.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં વસંત પંચમીની રંગારંગ ઉજવણી
ADVERTISEMENT
ગઈ કાલે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં વસંત પંચમીના દિવસે ૪૦ દિવસના રંગોત્સવનો પ્રારંભ થયો હતો અને એ નિમિત્તે અસંખ્ય ભક્તો દર્શન માટે ઊમટ્યા હતા. રંગોત્સવના પ્રારંભ પર ભક્તોએ ગુલાલ ઉડાડ્યો હતો અને એકમેકને લગાડ્યો પણ હતો.

