° °

આજનું ઇ-પેપર
Saturday, 03 December, 2022


બિહાર બેકાબૂ : ટ્રક ભીડમાં ધસી - આઠનાં મોત

22 November, 2022 09:41 AM IST | Hajipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૈશાલીના એસપી મનીષ કુમારે કહ્યું હતું કે અકસ્માતમાં સાત બાળકો સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં

અકસ્માત માટે જવાબદાર ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢતા પોલીસ કર્મચારી

અકસ્માત માટે જવાબદાર ડ્રાઇવરને ટ્રકમાંથી બહાર કાઢતા પોલીસ કર્મચારી

બિહારના વૈશાલી જિલ્લામાં રવિવારે રાતે ધાર્મિક સરઘસમાં ટ્રક ઘૂસી જતાં થયેલા અકસ્માતમાં સાત બાળકો સહિત આઠ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતુાં. ટ્રકના ડ્રાઇવરને આ દુર્ઘટનાગ્રસ્ત વાહનમાંથી બચાવી લેવાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવતાં વરિષ્ઠ પોલીસ અધિકારીએ ગઈ કાલે ઉમેર્યું હતું કે ટ્રક ડ્રાઇવરે મન્હાર-હાજીપુર હાઇવે પર વેગથી ધસી જતાં વાહન પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત ડ્રાઇવરને પટના મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તથા તેની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડ્રાઇવરની સ્થિતિ સ્થિર છે.  

રવિવારની રાતે હાજીપુરમાં અકસ્માત બાદ પહોંચેલા સ્થાનિક વિધાનસભ્ય મુકેશ રોશને જણાવ્યાનુસાર અકસ્માતમાં ૧૨ જણ માર્યા ગયા હતા. જોકે પોલીસે સત્તાવાર રીતે મરણના આંકડા જાહેર કર્યા નથી. વૈશાલીના એસપી મનીષ કુમારે કહ્યું હતું કે અકસ્માતમાં સાત બાળકો સહિત આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ગંભીર રીતે જખમી થયેલા અન્ય સાત જણને નાલંદા મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ તથા પટના મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

22 November, 2022 09:41 AM IST | Hajipur | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

રાષ્ટ્રીય સમાચાર

બદલો...અપહરણ... હત્યા... મા-બાપના મોતનો બદલો લેવા રચી પોતાના મોતની સાજિશ

માતા-પિતાનો બદલો લેવા પોતાના જેવી દેખાતી યુવતીનુ અપહરણ કરી મોતને ઘાટ ઉતારી યુવતીએ

02 December, 2022 07:55 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

બેદરકારી કે દુર્ઘટના: ટ્રેનમાં યાત્રીના ગળામાંથી આર-પાર થયો લોંખડનો સળિયો

પ્રયાગરાજ નજીક દાનવર-સોમના નજીક નિલાંચલ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં બેઠેલા મુસાફરના ગળામાં અચાનક લોખંડનો સળિયો ઘુસી ગયો હતો.

02 December, 2022 07:25 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રીય સમાચાર

સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની કેલિફોર્નિયામાં અટકાયત

ગોલ્ડી બ્રાર છેલ્લા ઘણા સમયથી કેનેડામાં બેસીને અનેક ગંભીર ગુનાઓને અંજામ આપી રહ્યો છે

02 December, 2022 11:08 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK