Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બાળકો માટેનો વૅક્સિન પ્લાન બે વીકમાં તૈયાર થવાની શક્યતા

બાળકો માટેનો વૅક્સિન પ્લાન બે વીકમાં તૈયાર થવાની શક્યતા

23 November, 2021 11:37 AM IST | New Delhi
Agency

અત્યારે અનેક રાજ્યોમાં ઑફલાઇન એજ્યુકેશન શરૂ થઈ ગયું છે ત્યારે બાળકોને રસી માટે પ્લાન તૈયાર કરવાને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે.

બાળકો માટેનો વૅક્સિન પ્લાન બે વીકમાં તૈયાર થવાની શક્યતા

બાળકો માટેનો વૅક્સિન પ્લાન બે વીકમાં તૈયાર થવાની શક્યતા


બાળકોને કોરોનાની વૅક્સિન આપવા અને એક્સ્ટ્રા ડોઝ માટેનો પ્લાન બે અઠવાડિયાંમાં તૈયાર થાય એવી શક્યતા છે. રસીકરણ મામલે કેન્દ્ર સરકારનું ટોચનું સલાહકાર ગ્રુપ એનટીએજીઆઇ (નૅશનલ ટેક્નિકલ ઍડ્વાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન ઇન ઇન્ડિયા)ની આગામી બે અઠવાડિયાંમાં મળનારી મીટિંગમાં આ બન્ને સિવાય વૅક્સિનેશન અંગેના બીજા પણ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર એક પ્લાન તૈયાર કરાઈ શકે છે. 
કૉમોર્બિ​ડિ​ટી ધરાવતાં બાળકો માટે રસીકરણ જાન્યુઆરીમાં શરૂ થવાની શક્યતા છે. માર્ચ સુધીમાં અન્ય તમામ બાળકો વૅક્સિન મેળવવા માટે એલિજિબલ રહેશે. અત્યારે અનેક રાજ્યોમાં ઑફલાઇન એજ્યુકેશન શરૂ થઈ ગયું છે ત્યારે બાળકોને રસી માટે પ્લાન તૈયાર કરવાને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. ભારતમાં પણ અનેક કંપનીઓ બાળકો માટે વૅક્સિન તૈયાર કરી રહી છે. 
દુનિયાના અનેક દેશોમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે ત્યારે ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી એના વિશે ચર્ચા થઈ રહી છે. દુનિયાભરના પૉલિસી મેકર્સ અને વિજ્ઞાનીઓ બૂસ્ટર ડોઝ અંગે ચર્ચા કરી રહ્યા છે. અનેક વિજ્ઞાનીઓ માને છે કે એ જરૂરી છે જ્યારે કેટલાક આ વાતથી સંમત નથી. ભારતમાં હેલ્થ એક્સપર્ટ્સ ગંભીર રીતે બીમાર, વૃદ્ધો, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવાની હિમાયત કરી રહ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2021 11:37 AM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK